ગાંધી જયંતીએ ૧૨ વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકોને માટે મહાત્મા મ્યુઝિયમમાં મફત પ્રવેશ

  • September 28, 2023 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકા દ્રારા આગામી તા.૨ જી ઓકટોબર ગાંધી જયંતિ નિમિતે મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં ૧૨ વર્ષથી નાની વયના બાળકોને મફત પ્રવેશ અપાશે તેમજ મહાપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લીમીટેડના સંયુકત ઉપક્રમે ગાંધી ધૂન કાર્યક્રમ યોજાશે.વિશેષમાં મેયર નયનાબેન પેઢડીયા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયાએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાપાલિકા દ્રારા મોહનદાસ ગાંધી વિધાલયમાં પૂય મહાત્મા ગાંધીજીના જીવનના આદર્શેા, જીવનચરિત્રો દર્શાવતુ મ્યુઝીયમ બનાવવામાં આવેલ છે. આ મ્યુઝીયમમાં ગાંધીજીના જીવનના આદર્શેા, જીવનચરિત્રો ઓડિયો, વિયુઅલ અને એલ.ઈ.ડી.સ્ક્રીન મારફત દર્શાવામાં આવેલ છે. મ્યુઝીયમનું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે તા.૧–૧૦–૨૦૧૮ના રોજ લોકાર્પણ કરાયું હતું. મહાત્મા ગાંધી મ્યુઝીયમમાં મ્યુઝીયમ ઉપરાંત વિવિધ આકર્ષણો વિકસાવવામાં આવેલ છે જેમાં, ટીકીટ વિન્ડો, કલોકમ, મુલાકાત માટે ગાઈડની સુવિધા, વિશાળ પાકિગ વ્યવસ્થા, ગાર્ડન, લાયબ્રેરી, વી.આઈ.પી.લોંજ, કોન્ફરન્સ મ, એકઝીબીશન હોલ, રેસ્ટોરન્ટ સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે. આ ઉપરાંત દરરોજ રાત્રે ૭ કલાકે ગાંધીજીના જીવનના આદર્શેા દર્શાવતો લાઈટ એન્ડ સાઉન્ડ શો પ્રદર્શિત કરવામાં આવે છે.

પૂય મહાત્મા ગાંધીજીના જીવનના આદર્શેાથી આજની યુવા પેઢી તેમજ બાળકો અવગત થાય અને પોતાના જીવનમાં અમલમાં મુકે તે હેતુસર ૨ જી ઓકટોબર ગાંધી જયંતિ નિમિતે ૧૨ વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકો માટે મહાત્મા ગાંધી મ્યુઝીયમમાં નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવશે.આ ઉપરાંત ૨–જી ઓકટોબર ગાંધી જયંતિ નિમિતે રાજકોટ મહાનગરપાલિકા તથા ગુજરાત પ્રવાસન નિગમ લી.ના સંયુકત ઉપક્રમે તા.૨–૧૦–૨૦૨૩ને સોમવારના રોજ સાંજે ૫:૪૫ કલાકે મહાત્મા ગાંધી મ્યુઝીયમ, જવાહર રોડ ખાતે ગાંધી ધૂન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલ છે.રાજકોટ મહાપાલિકાના પદાધિકારીઓ દ્રારા પૂય મહાત્મા ગાંધીજીના આદર્શેા, જીવનચરિત્રો, મુલ્યોથી અવગત થવા ૧૨ વર્ષથી ઓછી ઉંમરના બાળકો તથા શહેરીજનોને ગાંધી જયંતિ નિમિતે મહાત્મા ગાંધી મ્યુઝીયમની મુલાકાત લેવા તેમજ સાંજે ૫:૪૫ કલાકે યોજાનાર ગાંધી ધૂન કાર્યક્રમમાં પણ જોડાવા ખાસ અપીલ કરાઇ છે.
ગાંધી ધૂન કાર્યક્રમમાં કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાસદં સભ્યશ્રી મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલ, ગુજરાત પ્રવાસન નિગમના કમિશનર અને મેનેજિંગ ડીરેકટર ડો.સૌરભ પારધી, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રીશ્રી વિરેન્દ્રસિંહ ઝાલા, ડો.માધવ દવે, અશ્વિનભાઈ મોલિયાવગેરે ઉપસ્થિત રહેશે. રાજકોટ મહાપાલિકાના પદાધિકારીઓ દ્રારા પૂય મહાત્મા ગાંધીજીના આદર્શેા, જીવનચરિત્રો, મુલ્યોથી અવગત થવા ૧૨ વર્ષથી ઓછી ઉંમરના બાળકો તથા શહેરીજનોને ગાંધી જયંતિ નિમિતે મહાત્મા ગાંધી મ્યુઝીયમની મુલાકાત લેવા તેમજ સાંજે ૫:૪૫ કલાકે યોજાનાર ગાંધી ધૂન કાર્યક્રમમાં પણ જોડાવા ખાસ અપીલ કરાઇ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application