જીપીએસસી કલાસ 1-2ની તૈયારી માટે નિ:શુલ્ક કાર્યશાળા,આ તારીખ સુધીમાં અહી ફોર્મ જમા કરાવવું

  • October 20, 2023 04:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આગામી સમયમાં આવનારી ભરતીની પ્રાથમિક પરીક્ષાની તૈયારી કરતા છાત્રોને જનરલ સ્ટડીઝ અને વર્તમાન બનાવો વિષયક સચોટ અને સ્માર્ટ ટીપ્સ સાથે તા.30-10-2023થી 08-11-2023 સુધી 10 દિવસ વિનામલ્યે માર્ગદર્શન આપવાનું આયોજન સીસીડીસી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કરવામાં આવેલ છે. આ નિ:શુલ્ક કાર્યશાળામાં આગામી નવેમ્બર માસમાં યોજાનાર જીપીએસસી કલાસ 1-2 પ્રિલીમ્સની પરીક્ષાની તૈયારી કરતા છાત્રોને નિષ્ણાત તજજ્ઞો મારફત આનુષાંગિક વિષયો અને વર્તમાન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રય બનાવો અંગે પરીક્ષાલક્ષી તાલીમ આપવામાં આવનાર છે. છાત્રોને વિનામૂલ્યે યોજાનાર તાલીમ શાળામાં ભાગ લેવા માટે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો અને જીપીએસસીનું ઓનલાઇન ભરેલ એપ્લીકેશન ફોર્મની ઝેરોક્ષ તા.27-10-2023 સુધીમાં સીસીડીસી કાર્યાલય, ગ્રાઉન્ડ ફલોર, સેન્ટ્રલ બેેન્ક ઓફ ઇન્ડિયા પાછળ, સૌૈરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે સંપર્ક કરવા ટીમ સીસીડીસી મારફત અનુરોધ કરાયેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application