રાજકોટમાં બે મહિલાઓના ફેસબુક એકાઉન્ટ હેક કરી એકના સંબંધી સાથે .૨૫૦૦ ની છેતરપિંડી જયારે અન્ય મહિલાના સંબંધી સાથે છેતરપિંડીનો પ્રયાસ કર્યેા હતો. એકાઉન્ટ હેક કરનાર ખેડાના નેનપુરના શખસને ઝડપી લેવાયો છે.
પ્રા વિગતો મુજબ, નિર્મલા કોન્વેન્ટ રોડ પર બાલમુકુન્દ પ્લોટમાં રહેતા ક્રિમીબેન પંકજભાઈ વાગડિયા દ્રારા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ખેડા જિલ્લાના નેનપુરના વતની પ્રિતેશ મહેશભાઈ પ્રજાપતિ(ઉ.વ ૨૭) નું નામ આપવામાં આવ્યું છે. મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈ તા. ૨૪૩૨૦૧૪ ના સાંજના તેમના ફેસબુક એકાઉન્ટના મેસેન્જરમાં તેમના ફેસબુકના મહિલા મિત્રનો મેસેજ આવ્યો હતો જેમાં તેમણે નોટિફિકેશનમાં આવેલો કોડ માંગ્યો હતો જેથી મહિલા આ બાબતે પૂછતા કહ્યું હતું કે, હમણાં ખબર પડી જશે. જેથી તેમણે નોટિફિકેશનમાં આવેલો કોડ આપ્યો હતો થોડીવાર બાદ બીજો કોડ આવતા તે પણ આપ્યો હતો ત્યારબાદ તુરતં જ મહિલાનું ફેસબુક એકાઉન્ટ લોગ આઉટ થઈ ગયું હતું. લોગીન કરવાના પ્રયત્નો કરવા છતાં લોગીન થતું ન હોય તેમનું એકાઉન્ટ હેક થઈ ગયું હોવાની જાણ થઈ હતી. જેથી તેમણે વોટસએપ સ્ટેટસમાં એફબી એકાઉન્ટ હેક થઈ ગયું હોય કોઈએ નાણાકીય વ્યવહાર કરવો નહીં તેવું સ્ટેટસ મુકયુ હતું. રાત્રિના ૧૧:૦૦ વાગ્યા આસપાસ તેમના પતિના ફોનમાં ઉર્વેશભાઈ લલિતભાઈ શાહ (ઉ.વ ૪૦ રહે. ૮ મેહત્પલનગર કોઠારીયા, મેઇન રોડ)નો ફોન આવ્યો હતો અને તેમણે કહ્યું હતું કે, ક્રિમીબેનના ફેસબુક આઇડી ના કહેવાથી મેં . ૨૫૦૦ ટ્રાન્સફર કર્યા હતા જેથી તેમની સાથે આ પ્રકારનું ફ્રત્પટ થયું હોવાનું માલુમ પડું હતું. બાદમાં જે મહિલા મિત્રોનો મેસેજ આવ્યો હતો તેમને પૂછતા માલુમ પડું હતું કે, તેમનું એકાઉન્ટ પણ હેક થયું છે. જેથી આ બાબત જે તે સમયે સાયબર ક્રાઇમ હેલ્પ લાઈનમાં અરજી કરી હતી. ત્યારબાદ તેમનું ફેસબુક એકાઉન્ટ હેક કરનાર ખેડાનો પ્રિતેશ પ્રજાપતી હોવાનું માલુમ પડતા તેમણે આ મામલે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી છે.
આ ઉપરાંત અન્ય એક ફરિયાદમાં ખેડાના આ પ્રિતેશ પ્રજાપતિએ રાજકોટમાં જામનગર રોડ પર નાગેશ્વર જૈન દેરાસર પાછળ અજમેરા એપાર્ટમેન્ટમાં રહેતા અભયભાઈ કિરીટભાઈ શાહના પત્નીનું ફેસબુક એકાઉન્ટ હેક કરી પાસવર્ડ બદલાવી તેમના સસરા નયનભાઈ ફોફરીયાને આ એક એકાઉન્ટ મારફત મેસેજ મોકલી . ૧૩૦૦ ટ્રાન્સફર કરવાનું તેમ જ તેમના મિત્ર બલદેવસિંહ જાડેજાને પિયા ૧૨૦૦ ટ્રાન્સફર કરવાનું કહી છેતરપિંડીનો પ્રયાસ કર્યેા હતો. જે અંગે જે તે સમયે અભયભાઈએ અરજી આપી હતી બાદમાં આ અંગે સાઈબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા હેડ કોન્સ્ટેબલ દિપક પંડિતે ગુનો દાખલ કર્યેા હતો. આ બંને ફરિયાદોમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી. પઢિયાર અને એમ.એ.જાણકાટ તપાસ ચલાવી રહ્યા છે.
વિશેષમાં જાણવા મળતી વિગતો મુજબ ફેસબુક એકાઉન્ટ હેક કરી ફ્રોડ કરનાર ખેડાના નેનપુર પ્રિતેશ પ્રજાપતિને સ્થાનિક પોલીસે ઝડપી લીધો હોવાનું જાણવા મળ્યું છે. જેમની તપાસ પૂર્ણ થયા બાદ રાજકોટ પોલીસ આરોપીનો કબજો લેશે આ શખસની પૂછપરછ દરમિયાન વધુ કેટલાક નાણાકીય ફ્રોડના ભેદ ઉકેલવાની શકયતા સેવાઇ રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech