BREAKING NEWS

મોચી બજાર ખાટકીવાડમાં યુવક પર ચાર શખસોનો ધારિયા, છરી, ધોકાથી હત્પમલો

  • July 07, 2026 03:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બપોરે થયેલા ઝઘડાનો ખાર રાખી ચારેય શખસો રાત્રે ઘર પાસે આવી તૂટી પડા: યુવકની ફરિયાદ પરથી ચારેય સામે 


શહેરના મોચી બજારમાં ખાટકીવાસ નજીક અગાઉની માથાકૂટનો ખાર રાખી યુવક ઉપર ચાર શખસોએ હત્પમલો કરતા ઇજા થવાથી સારવાર માટે ખસેડવામા આવ્યા છે, બનાવ અંગે યુવકની ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસે મહેબૂબ ઉર્ફે મકુ હાસમભાઈ ચૌહાણ, મહેબૂબ હાશમભાઈ ચૌહાણ, આફતાબ યુસુફભાઈ ચૌહાણ અને જાફર યુસુફભાઈ ચૌહાણ સામે ગુનો નોંધ્યો છે.
બનાવની મળતી વિગત મુજબ મોચી બજારમાં કૃષ્ણપરા શેરી નં–૧માં રહેતા ફાકભાઈ મહમદભાઈ ચૌહાણ (ઉ.વ.૪૩) અને તેનો પુત્ર મોઈન રાત્રીના બારેક વાગ્યે ઘરથી આગળ મચ્છીમાર્કેટ પાસે હતા ત્યારે મહેબૂબ ઉર્ફે મકુ હાસમભાઈ ચૌહાણ, મહેબૂબ હાશમભાઈ ચૌહાણ, આફતાબ યુસુફભાઈ ચૌહાણ અને જાફર યુસુફભાઈ ચૌહાણ ત્યાં આવી ઝગડો કરી ગાળાગાળી કરી ધારિયા, છરી, ધોકા વડે હત્પમલો કરવા જતા પિતા પુત્ર ભાગ્ય હતા દરમિયાન ધારિયાનો ઘા ફાકભાઈને પગમાં મારી દેતા ઇજા થવાથી પડી ગયા હતા. વધુ મારવા જતા હાથ પડકી લેતા હાથમાં ઇજા થઇ હતી. દરમિયાન ફાક ચૌહાણએ ગુાગં નજીક છરીનો ઘા માર્યેા હતો અને આફતાબ તેમજ જાફરે લાકડી–ધોકા વડે મારમારતા લોહી નીકળવા લાગ્યો હતું. યુવકે રાડારાડી કરતા આસપાસના લોકો ભેગા થઇ જતા ચારેય શખસોએ જતા જતા ધમકી આપી હતી કે, આજ તો બધા માણસો આવી ગયા એટલે તું બચી ગયો , બીજીવાર સામે આવીશ તો જીવતો નહીં મુકું અને તારા દીકરાને પણ કઈ દેજે હવે ઝગડો કરશે તો જાનથી મારી નાખીશું, યુવકને ઈજાઓ થવાથી બાઇકમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસની તપાસમાં બપોરે થયેલા ઝગડાનો ખાર રાખી હત્પમલો કર્યેા હોવાનું સામે આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application