મોરબી-વાંકાનેર હાઈવે પર બંધ આઈશર પાછળ ટેન્કરે ઠોકર મારતા ચારને ઈજા

  • December 27, 2023 01:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી વાંકાનેર હાઈવે પર રામકુવા પાસે બંધ પડેલા આઇસરને ત્રણ શખ્સો રીપેર કરી રહ્યા હતા. એ વખતે ટેન્કરે આઇસરને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ચારને ઈજા પહોચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
મસ્જીદ પાસે રહેતા સાબિરભાઇ સલિમભાઇ ચાનીયાએ ઉતરપ્રદેશ ખાતે રહેતા આરોપી ટેન્કર ચાલક માયારામ રામગતીભાઇ વર્મા વિરુદ્ધ મોરબી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે મોરબી વાંકાનેર હાઇવે પર આઇસર જીજે૦૩એટી ૪૯૨૬ બંધ હાલતમાં પડ્યું હતું. એ વખતે સાબીરભાઈએ પોતાનું મોટર સાયકલ આઇસરની આગળ પાર્ક કર્યું હતું. આઇસરમાં વાયરીંગનું કામ કરવા આવેલા શુભમભાઈનું મોટરસાયકલ જીજે૦૭સીએ ૭૫૨૨ પણ એ જ સ્થળે પાર્ક થયું હતું


શુભમભાઇ આઇસર વાહનની ચકાસણી કરતા હતા. અને દાનાભાઈ તથા સાબીરભાઈ આઇસર ગાડીની ઉપર ચડી એન્જીન તેનું ચેક કરી રહ્યા હતા. તે સમયે આરોપી ટેન્કર જીજે૧૨બીટી ૭૬૫૦નો ચાલક માયારામ પૂર ઝડપે આવ્યો હતો અને તેણે આઇસરને ટક્કર મારતા આઇસર રોડના ડીવાઇર પર ઢસડાયને ડિવાઈડર પર ચડી ગયું હતું. આઇસરની કેબીન સાબીરભાઈ પર પડતા તેમને માથાના ભાગે બીજા પહોંચી હતી અને તેઓ રોડની સાઈડમાં આવેલ લોખંડની જાળી પર પડતાં તેમના શરીરે કમરના ભાગે બંને પગમાં વાસામાં તથા છાતીના ભાગે ઇજાઓ પહોંચી હતી જ્યારે દાનાભાઈ પણ રોડ પર પડતા પર પછડાતા તેને જમણા પગે તથા જમણા હાથમા ઇજા થયેલ હતી તથા આઇસર ગાડીના એન્જીન પાસે ઉભેલ શુભમભાઈ રોડ પર પછડાટ થતા તેને માથાના ભાગે ઇજા તથા ચહેરા ઉપર આ ઉપરાંત આ અકસ્માતમાં આરોપી ટેન્કર ચાલક માયારામભાઇ રામગતીભાઇ વર્માને પણ નાની મોટી ઇજા થયેલ હતી.
​​​​​​​
એટલું જ નહીં સાબીરભાઈ અને શુભમભાઈનું મોટરસાયકલ આઇસર ગાડી નીચે આવી જતા તેમા પણ નુકસાની પહોંચી હતી. અકસ્માતને પગલે સ્થાનિકો એકઠા થઈ ગયા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્તોને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application