BREAKING NEWS

વેરાવળમાં સરાજાહેર પિસ્તોલના ભડાકે હત્યાના ગુનામાં ફારૂક મૌલાના સહિત ચાર કોર્ટમાં રજૂ

  • May 22, 2026 10:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેરાવળ શહેરમાં ગત તા. ૨૦ મેના રોજ બપોરના સમયે સોમનાથ ટોકીઝ નજીક બનેલી સરાજાહેર હત્યાની ઘટનામાં પોલીસે ઝડપી કાર્યવાહી કરતાં મુખ્ય સૂત્રધાર ફાક મૌલાના સહિત ચાર આરોપીઓને પિસ્તોલ, જીવતા કારતૂસ અને વાહન સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડા છે. આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પ્રા વિગતો મુજબ, તુરક સમાજના પ્રમુખ અને સ્થાનિક વેપારી જાવેદ ઉર્ફે ઝાહિદ મોહમ્મદભાઈ તાજવાણીની  પિસ્તોલના ભડાકા કરી જાહેરમાં હત્યા નિપજાવી હતી. આ હત્પમલામાં તેમના ભત્રીજાને પણ ગંભીર ઇજા પહોંચી હતી તેને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. આ બનાવને પગલે સમગ્ર વેરાવળ શહેરમાં ભારે ચકચાર મચી ગઈ હતી.આ બનાવ અંગે મૃતકના પિતરાઇ ભાઈ સાજીદ હાનભાઈ હાલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફટેજ અને બાતમીદારોની મદદથી આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી.તેમાં પોલીસે ઝડપી પાડેલા આરોપીઓમાં ફાકભાઈ ઉર્ફે ફાક મૌલાના ઇસ્માઈલભાઈ નાખવા પટણી (ઉ.વ. ૬૦), તેનો પુત્ર જાવેદ ફાક મૌલાના, ડ્રાઇવર અનીશ રહેમાનભાઈ કુરેશી (ઉ.વ. ૨૩) તથા સમીર ઉર્ફે બાલી યુસફભાઈ ચૌહાણ પટણી (ઉ.વ. ૩૧)નો સમાવેશ થાય છે. આરોપીઓ પાસેથી દેશી બનાવટની એક પિસ્તોલ, બે જીવતા કારતૂસ તથા બર્ગમેન મોપેડ સહિતનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો.પોલીસ તપાસમાં પ્રાથમિક રીતે બહાર આવ્યું છે કે ફાક મૌલાના ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલા છે, યારે મૃતક જાવેદ તાજવાણી પણ ટ્રાન્સપોર્ટ વ્યવસાય શ કરવાની તૈયારીમાં હતા. ધંધાકીય હરીફાઈ અને આવકમાં નુકસાન જવાના ભયને કારણે આરોપીઓએ પૂર્વયોજિત કાવતં ઘડી આ ખૂની ખેલ ખેલ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.આ બનાવ બાદ વેરાવળ શહેરમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો, ત્યારે પોલીસે વધારાનો બંદોબસ્ત ગોઠવી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા કવાયત હાથ ધરી હતી. પોલીસે વધુ પૂછપરછ માટે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ પણ શરૂ  કરી છે.આ કામગીરીમાં સિટી પીઆઇ જે.એન.ગઢવી,  એ.સી.સિંધવ, ઇન્ચા. પો. ઇન્સ. એલ.સી.બી. ગીર સોમનાથ, ડી.એમ.કાગડા ઇન્ચા. પોલીસ ઇન્સ. એસ.ઓ.જી., એચ.એલ.જેબલીયા, પો.સબ ઇન્સ. એલ.સી.બી., એ.બી.ગોહિલ, પો. સબ ઇન્સ. પેરોલ ફર્લેા સ્કોડ, આર.એચ.સુવા પો. સબ ઇન્સ. એસ.ઓ.જી., એલ.સી.બી., પો.સ્ટાફ, વેરાવળ સિટી પો.સ્ટે. પો.સ્ટાફ, એસ.ઓ.જી. ગીર સોમનાથ પો.સ્ટાફ જોડાયેલ હતા. મરહત્પમ જાવિદભાઈ તાજવાણીની અંતિમ વિધિ માટે તેમનો જનાજો તેમના યુનિક સ્કૂલ પાસેના ઘરેથી મગરીબની નમાઝ બાદ નીકળેલ જેમાં બહોળી સંખ્યામાં મુસ્લીમ લોકો જોડાયા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application