જામનગર જીલ્લામાં વાહન અકસ્માતના ચાર બનાવ: એકનું મોત: પાંચને ઇજા

  • December 11, 2023 12:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાપર પાટીયા, બેડી નાકા, ઢીચડા રીંગ રોડ, અને સપડા નજીક અકસ્માત: વાહનચાલકો સામે ફરીયાદ

જામનગરના જીલ્લામાં વાહન અકસ્માતના જુદા જુદા ચાર બનાવ પોલીસ દફતરે જાહેર થયા છે જેમાં સાપર પાટીયા રોડ પર કાર પલ્ટી ખાઇ જતા તેમા બેઠેલા પરપ્રાંતીય યુવાનનું મૃત્યુ થયુ હતું અને બે ને ઇજા પહોચી હતી, આ ઉપરાંત બેડી નાકા, ઢીચડા રોડ અને સપડા વિજરખી વચ્ચે અકસ્માત થતા શરીરે નાની મોટી ઇજા પહોચાડયાની વાહનચાલકો સામે ફરીયાદ કરવામાં આવી છે.
મુળ યુપીના કુશીનગરના આવાસ વિકાસ કોલોની ખાતે રહેતા ચંદ્રપ્રસાદ રામપ્રતાપ મલ (ઉ.વ.૩૮) એ મેઘપર પોલીસમાં ફોર્ચ્યુન કાર નં. જીજે૧૪એપી-૦૭૭૭ના ચાલક સામે ગઇકાલે ફરીયાદ કરી હતી.
ગત તા. ૯ના રોજ સાપર પાટીયાથી સિકકા રોડ પર ફોર્ચ્યુન કારના ચાલકે પુરઝડપે અને ગફલતથી ચલાવતા કાર પલ્ટી મારી ગઇ હતી, આથી તેમા બેસેલા ફરીયાદીના સાળા ઇન્દ્રજીતસીંગ વ્યાસસીંગ (ઉ.વ.૩૫)ને માથાના ભાગે ગંભીર ઇજા પહોચતા મૃત્યુ નિપજયુ હતું તથા આરોપીએ પોતાને તથા કારમાં બેઠેલ સાહેદ ક્રિપાલસિંહને શરીરે સામાન્ય ઇજા પહોચાડી હતી.
જામનગરના ઢીંચડા રોડ પર બન્યો હતો. જામનગરમાં ખેતીવાડી વિસ્તારમાં ઇન્દિરા કોલોની માં રહેતા રમેશભાઈ બધાભાઈ જાદવ નામના ૭૦ વર્ષના વૃઘ્ધ પોતાનું બાઈક લઈને ઢીંચડા રીંગરોડ પરથી પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન સામેથી આવી રહેતા એક અજ્ઞાત બાઈકના ચાલકે તેઓને ઠોકર મારી પછાડી દેતાં ફ્રેક્ચર સહિતની નાની મોટી ઇજા થઈ હતી, અને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર લેવી પડી છે. જેમણે અજ્ઞાત મોટરસાયકલના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
જામનગર-કાલાવડ રોડ પર સપડા અને વિજરખી ગામની વચ્ચે બન્યો હતો. જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતા મનસુખભાઈ ઠાકરશીભાઈ બુસા નામના ૫૦ વર્ષના આધેડ અને તેઓના મોટાભાઈ મેઘજીભાઈ કે જેઓ બંને એક બાઈક નં. જીજે૧૦ડીકે-૮૨૭માં બેસીને જામનગર-કાલાવડ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા.
 જે દરમિયાન સામેથી પુર ઝડપે આવી રહેલા જીજે૧૦યુ-૬૭૯૧ નંબરના ટ્રકના ચાલકે બાઈકને હડફેટમાં લઈ લેતાં અકસ્માત સર્જાયો હતો, અને બંને ભાઈઓને નાની-મોટી ઇજાઓ થઈ છે, અને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે. આ અકસ્માત મામલે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો છે, અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાલપુર ચોકડી પાસે રહેતા ભગવતીબેન મોહનભાઈ નટ નામના ૭૦ વર્ષની વૃદ્ધ મહિલા, કે જેઆ ગત તા. ૨૭ના રોજ બેડીનાકા રોડ પર ચાલીને જતા હતા ત્યારે પુરઝડપે આવી રહેલા જીજે ૧૨ બીવી ૩૦૭૪ નંબરના ટ્રકના ચાલકે હડફેટમાં લઈ લીધા હતા, અને બંને પગ ભાંગી નાખ્યા હતા. જે ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં તેણીનો ડાબો પગ કાપી નાખવો પડયો છે, જ્યારે તેના જમણા પગમાં ૨૨ ટાંકા લેવા પડ્યા છે. જે અકસ્માત મામલે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application