રાજકોટ તરફ આવતો ૭૭ લાખનો વિદેશીદારૂ પકડાયો

  • December 11, 2024 03:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં ૩૧ ડિસેમ્બરે પ્યાસીઓની પ્યાસ બુઝાવવા અથવા તો રાજકોટમાંથી સૌરાષ્ટ્ર્રભરમાં સપ્લાય કરવા માટે લાખોનો દારૂ બુટલેગરે મગાવ્યો હોવાની એસ.એમ.સી.ને મળેલી માહિતી આધારે સુરતના કામરેજ પાસેથી બે બધં બોડીના ટ્રકમાંથી ૭૭ લાખના વિદેશી દારૂ સાથે એક શખસને ઝડપી લેવાયો છે. સાત શખસોની શોધખોળ હાથ ધરાઇ છે. સુરતના કામરેજ નજીક કડોદરા પાસે મહાદેવ હોટલ પર એસ.એમ.સી.ના ડીવાયએસપી કે.ટી.કામરિયાના માર્ગદર્શન હેઠળ પીઆઇ સી.એચ.પનારા તથા ટીમે રેઇડ કરી હતી. હોટલ પર બધં બોડીના બે ટ્રકમાંથી ૩૨,૯૧૬ બોટલ વિદેશી દારૂ મળી આવતા ૭૭,૦૦,૭૧૬ની કિંમતનો દારૂ અને ૫૪ લાખના બે ટ્રક મળી ૧.૨૭ લાખના મુદ્દામાલ સાથે યુપીના પ્રયાગરાજના જગદિશપુરના વતની વિવેક શ્યામ સુંદર યાદવની ધરપકડ કરી હતી.
અન્ય ટ્રકના ચાલક અનિલ યાદવ, દારૂ સપ્લાય કરનાર માનેક પટેલ, અન્ય ટ્રેલરના જીજે–૧૯વાય–૭૯૯૩ના માલિક તેમજ ટ્રક આપવા આવનાર ચાલક તેમજ રાજકોટના દારૂ મગાવનાર શખસ તથા રવિન્દ્ર રાજપુત નામના શખસ સામે ગુનો નોંધી સાતેયની શોખધોળ હાથ ધરાઇ છે. દારૂનો જથ્થો રાજકોટમાં મગાવનાર છે કે રાજકોટ સુધી પહોંચીને આગળ જથ્થો લઇ જવાનો હતો તે આરોપીઓ પકડાયા બાદ સ્પષ્ટ્ર થશે. અત્યારે આરોપીની પુછતાછમાં દારૂ રાજકોટ તરફ લઇ જવાની સુચના હતીનું ખુલ્યાનું જાણવા મળે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application