બાંગ્લાદેશના પદભ્રષ્ટ્ર વડાપ્રધાન શેખ હસીના સામે તેમના જ દેશમાં કાયદાકીય સંકટ વધવા લાગ્યું છે. વચગાળાની સરકાર આવ્યા બાદથી શેખ હસીના સામે કેસનું પૂર આવ્યું છે. આ દરમિયાન બાંગ્લાદેશના કાર્યવાહક વિદેશ મંત્રીએ કહ્યું છે કે, કાયદાકીય કાર્યવાહી વધ્યા બાદ ભારતમાંથી શેખ હસીનાના પરત ફરવાને લઈને વચગાળાની સરકારની શું યોજના છે? અહેવાલ અનુસાર, તૌહીદ હત્પસૈને વધુમાં કહ્યું કે, જો દેશના ગૃહ અને કાયદા મંત્રાલયો નિર્ણય લે તો સરકારે તેમને બાંગ્લાદેશ પરત ફરવા વિનંતી કરવી પડી શકે છે. તેમણે વધુમાં કહ્યું કે, આવી સ્થિતિ નવી દિલ્હી માટે રાજદ્રારી રીતે 'શરમજનક સ્થિતિ'નું નિર્માણ કરશે.
જો કે હત્પસૈને વધુમાં કહ્યું કે, નવી દિલ્હી આ જાણે છે અને મને ખાતરી છે કે તેઓ તેના પર ધ્યાન રાખશે'. કાર્યવાહક વિદેશ મંત્રી મોહમ્મદ તૌહીદ હત્પસૈને જણાવ્યું કે, દેશમાં શેખ હસીના વિદ્ધ અનેક કેસ નોંધાયા છે. જો કે, તેણે વધુ પડતું અનુમાન લગાવવાનું ટાળ્યું હતું. વચગાળાની સરકારના વિદેશી સલાહકારે આ સાહની શઆતમાં સોમવારે કહ્યું હતું કે, પદભ્રષ્ટ્ર વડાપ્રધાન શેખ હસીનાના લાંબા સમય સુધી નવી દિલ્હીમાં રોકાણથી પડોશી દેશના ભારત સાથેના સંબંધો પર કોઈ અસર નહીં થાય. હત્પસૈને કહ્યું, 'દ્રિપક્ષીય સંબંધો એક મોટો મુદ્દો છે. મિત્રતા પરસ્પર હિતો પર આધારિત હોય છે. સોમવારે ઢાકામાં વિદેશી રાજદ્રારીઓ સાથે મુલાકાત બાદ હત્પસૈને કહ્યું કે, વચગાળાની સરકારના મુખ્યા યૂનુસ પૂર્વ પ્રધાનમંત્રીના ભારતથી પરત આવવાના નિવેદનથી નાખૂશ છે અને તેમણે કહ્યું કે, તેમણે બુધવારે એક બેઠકમાં ભારતીય દૂતને આ વાત કહી હતી. બાંગ્લાદેશમાં વ્યાપક વિરોધ બાદ ૫ ઓગસ્ટના રોજ શેખ હસીનાએ રાજીનામું આપી દીધું હતું અને દેશ છોડીને ભારત આવી ગયા હતા. ભારતે ભાવિ યોજનાઓ અંગે નિર્ણય લેવાની જવાબદારી પદભ્રષ્ટ્ર નેતા પર છોડી દીધી છે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવકતા રણધીર જયસ્વાલે તાજેતરમાં કહ્યું હતું કે, કેન્દ્રને શેખ હસીનાની યોજનાઓ સાથે કોઈ લેવાદેવા નથી. 'અમારી પાસે તેમની યોજના અંગે કોઈ અપડેટ નથી.' તેમણે કહ્યું, વસ્તુઓને આગળ ધપાવવાનું તેમનું કામ છે, શેખ હસીના અને અવામી લીગના અન્ય સભ્યો પર બાંગ્લાદેશમાં હત્યાના બે કેસમાં આરોપોનો સામનો કરી રહ્યા છે. આ સાથે જ શેખ હસીના વિદ્ધ ઈન્ટરનેશનલ ક્રિમિનલ ટિ્રબ્યુનલમાં પણ કેસ નોંધવામાં આવ્યો છે. બાંગ્લાદેશની ભારત સાથે પ્રત્યાર્પણ સંધિ છે, તેથી આ કેસ ભારત માટે પણ ચિંતા સમાન છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech