જનનીની આંખોમાં પૂનમની યોતિ, ગગન નો ગરબો માના ચરણોમાં ઝુકયો... મારી તાં કંકુ ખયુ ને સુરજ ઉગ્યો.. આસામાની રંગની ચુંદડી રે... જય આધ્યા શકિત માં જય આધ્યા શકિત... માં જગદંબા ના આવા અનેક ગરબાઓ પર ગુજરાતમાં પ્રથમ વખત કેન્સરના દર્દીઓ નોન સ્ટોપ ગરબે ઘૂમીને તેમની પીડા, દુ:ખ દર્દને ભુલાવી કેન્સર સાથે કિલ્લોલ કરશે અને અનેક લોકોના દુ:ખને વિસરાવી જીવન જીવવાનો નવો જુસ્સો પૂરો પાડશે. થોડા સમય પહેલા કેન્સર વોરિયર દ્રારા યોજાયેલા ફેશન શો કે જેની નોંધ વિશ્વ કક્ષાએ લેવામાં આવી છે તે રાજકોટના તમામ કેન્સર વોરિયર અને દર્દીઓ દ્રારા રાજકોટમાં કેન્સર કેર ફાઉન્ડેશન દ્રારા આ વર્ષે માં શકિતની આરાધના સાથે ભકિત કરશે અને આ પીડાં ને સહન કરવાની શકિત માંગશે.
કલબ યુવી અને કેન્સર કેર ફાઉન્ડેશનના ઉપક્રમે તારીખ ૨ ઓકટોબરે સાંજે ૬ થી ૧૧ દરમ્યાન સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આ ભવ્ય આયોજન થયું છે ,જેમાં ગુજરાત જ નહીં પણ ભારતમાં પ્રથમ વખત કેન્સરના દર્દીઓ અને કેન્સર વોરિયર ગરબે ઘુમશે, એ પણ પરંપરાગત પહેરવેશ માં એક સાથે ત્રણ હજાર ખેલૈયાઓ કે જે કેન્સરને માત આપી રહ્યા છે તેઓ ગરબે ઘૂમીને માં જગદંબાની આરાધના સાથે માં શકિતની ભકિત કરશે, આ ઉપરાંત માં શકિત સહનશકિત આપે અને આ દર્દમાંથી ઉગારે એ માટે ૨૦૦ વર્ષ પૂર્વે ગરબી માં કરવામાં આવતા દેવી કવચના પાઠ આ વખતે કેન્સરગ્રસ્ત ૧૦૮ બહેનો કરશે.
આ નવતર આયોજન વિશે અશ્વિનભાઈ સોલંકી આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ૩૦૦૦ જેટલા કેન્સર વોરિયર ગરબા રમશે સાથે સાથે ૧૦૮ બહેનો દ્રારા દેવી કવચના પાઠ કરવામાં આવશે આ ઉપરાંત કેન્સર જાગૃતિ માટે નાટક યોજાશે. ગરબા માં ૯૦૦૦ જેટલા કેન્સર ગ્રસ્ત લોકોના પરિવારજનો પણ ભાગ લઈ શકશે આ ઉપરાંત ૨૦૦ જેટલા કેન્સરના ડોકટરો અને વિવિધ શાખા ના ડોકટરો અને કેન્સર હોસ્પિટલના કર્મચારીઓને ગરબે રમવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ૧૦૦૦ જેટલા સામાજિક અગ્રણીઓ, ટ્રસ્ટીઓ અને દાતાઓ તેમના પરિવારજનો સાથે હાજરી આપશે.
જાણીતા કલાકાર મયુર બુદ્ધદેવ અને તેમની ટીમ તેમના લયબદ્ધ સંગીત સાથે ખેલૈયાઓને રમવા માટે ઝુસ્સો પૂરો પાડશે. અશ્વિનભાઈ વધુમાં જણાવ્યું હતું કે, આપણે ગુજરાતીઓ કોઈપણ પડકારને તકમાં ફેરવવાની આવડત ધરાવીએ છીએ ત્યારે કેન્સર જેવી બીમારીને કેવી રીતે માત આપવી તે હેતુ સાથે કેન્સર કેર ફાઉન્ડેશન દ્રારા કેન્સર યોદ્ધાઓને શારીરિક, માનસિક અને સામાજિક હંફ સાથે તેમનો સામાજિક સ્વીકાર પણ થાય અને લોકો કેન્સરની બીમારી સામે લડત આપવા જાગૃત થઈ સક્ષમ બને તે માટે આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે
કેન્સર વોરિયર દ્રારા યોજાયેલા ફેશન શોનો રેકોર્ડ
ગત મે મહિનામાં કેન્સર વોરિયર દ્રારા યોજાયેલા ફેશન શો ની નોંધ ઇન્ડિયા બુક રેકોર્ડમાં લેવાઈ છે. ત્યારે ૧૦૦ થી વધુ લોકોએ ફેશન શોમાં ભાગ લીધો હતો. કેન્સર કેર ફાઉન્ડેશનના પ્રમુખ અશ્વિન સોલંકી, પલ કોટક, અલ્પના રાવલ, દિગ્વિજયસિંહ જાડેજા, ભાવેશ માકડીયા જલ્પાબેન કુબાવત સહિત સભ્ય ફેશન શો બાદ નવરાત્રી મહોત્સવ ના આયોજન માટે જહેનત ઉઠાવી રહ્યા છે
૨૦૦ વર્ષ પહેલા દેવી કવચના પાઠ થતાં હતાં
કેન્સર કેર ફાઉન્ડેશન દ્રારા વેલકમ ગરબા સાથે કેન્સર જાગૃતિ માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૨૦૦ વર્ષ પહેલા ગરબી દરમિયાન દેવી કવચના પાઠનું સ્મરણ થતું હતું, આ પાઠ દ્રારા નવી શકિત અને નવી ઉર્જાનો સંચાર થાય છે જે ખાસ કેન્સરના દર્દીઓ માટે ખૂબ જ જરી છે આથી આગામી તારીખ ૨ ઓકટોબર ના રોજ યોજાનારા ગરબામાં ૧૦૮ બહેનો દ્રારા દેવી કવચના પાઠ બોલવામાં આવશે જે યોતિબેન શાક્રી દ્રારા આ પાઠ શીખવવામાં આવી રહ્યા છે
૩૦૦૦ દીકરીઓને કેન્સર વેકિસન અને મેમોગ્રાફી ટેસ્ટ ગિટ વાઉચર
કેન્સર કેર ફાઉન્ડેશન અને કલબ યુવીના સહકારથી સમગ્ર ગુજરાતના કેન્સર દર્દીઓ માટે જે નવરાત્રી ઉત્સવ યોજાવાનો છે તેમાં વિજેતા ખેલૈયાઓને લાખેણા ઇનામોની સાથે ૩૦૦૦ દીકરીઓને કેન્સર વિરોધી રસી(વેકસીન)ના વાઉચર તેમજ મેમોગ્રાફી ટેસ્ટ માટેના ગિટ વાઉચર ગ્રીવા ફાઉન્ડેશન દ્રારા આપવામાં આવશે. નવરાત્રી મહોત્સવની સાથે આવી બીમારીઓમાં જાગૃતતા આવે તે માટેનો આ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech