ખંભાળિયાના હોટેલ સંચાલક દ્વારા એક મહિના સુધી ગ્રાહકોને ભોજનમાં ડિસ્કાઉન્ટ

  • June 11, 2024 01:33 PM 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સતત ત્રીજી વખત દેશના નવા સુકાની તરીકે પોતાના શપથ ગ્રહણ કર્યા છે. ત્યારે દેશના મોટાભાગના વર્ગમાં આનંદ ઉત્સાહ સાથે ઉજવણીના માહોલ પણ જામ્યો છે. ત્યારે ખંભાળિયાના એક મોદી ભક્ત હોટેલ સંચાલકે તેમની હોટલમાં આવતા ગ્રાહકોને ભરપેટ ભોજનની થાળીમાં સતત એક માસ સુધી વળતર આપવાની જાહેરાત કરી છે.


ખંભાળિયા શહેરની મધ્યમાં જોધપુર ગેઈટ વિસ્તારમાં આવેલી અન્નપૂર્ણા ફેમિલી રેસ્ટોરન્ટના સંચાલક જયદીપભાઈ હિંડોચાએ મોદીજીની ત્રીજી શપથવિધિ નિમિત્તે 30 દિવસ સુધી અહીં આવતા ગ્રાહકોને ભરપેટ ગુજરાતી થાળીમાં 30 રૂપિયાની છૂટ આપતી જાહેરાત કરી છે. આ ઓફરને ખંભાળિયા તથા આસપાસના વિસ્તારના સ્વાદ શોખીન લોકોએ આવકારી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application