કોઈ પણ વ્યક્તિ ઑફિસમાં પ્રવેશ કરે ત્યારે એવું ઈચ્છે છે કે તેની એવી ઈમેજ બને છે કે જે તેની વ્યાવસાયિક ઓળખને સીધી પ્રતિબિંબિત કરે. જેમાં વ્યક્તિનો ગેટઅપ ઈમેજને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે પરંતુ બદલાતા સમય સાથે ઓફિસ પણ સ્ટાઇલિશ અને ટ્રેન્ડી બની રહ્યું છે. ખાસ કરીને કોવિડ પછી બિઝનેસ કેઝ્યુઅલની ભાવનાએ કર્મચારીઓ અને ઓફિસમાં કામ કરવાની રીતમાં મોટો ફેરફાર કર્યો છે. આમાંથી એક આઉટફિટ સાથે પણ સંબંધિત છે.
બદલાતા સમય સાથે બિઝનેસ કેઝ્યુઅલ્સે આરામ, શૈલી અને યોગ્યતાની ત્રણ જરૂરિયાતો વચ્ચે સંતુલન બનાવ્યું છે. આ ખાસ કારણ છે કે ઔપચારિક વ્યવસાયિક વસ્ત્રોના પરંપરાગત તત્વો સાથેના કેઝ્યુઅલ કપડાંનો કોમ્બો એક નવો ટ્રેન્ડ બની ગયો છે, જે ખૂબ જ આરામદાયક અને સ્ટાઇલિશ લાગે છે.
બિઝનેસ કેઝ્યુઅલ આઉટફિટ્સને કેવી રીતે પસંદ કરશો?
બિઝનેસ કેઝ્યુઅલ આઉટફિટ્સમાં એક્સપર્ટ બનવા માટેની પહેલી શરત એ છે કે આપણે જાણવું જોઈએ કે શું ન પહેરવું જોઈએ. જ્યારે આવું થાય છે ત્યારે આપણે કપડામાંથી ઘણા ખરાબ વિકલ્પોને સરળતાથી દૂર કરી શકીએ છીએ. જે સારા નથી લાગતા. આ ઉપરાંત વ્યક્તિએ એવા કપડાં પહેરવા ટાળવા જોઈએ જે જરૂરી કરતાં વધુ ત્વચાને ઉજાગર કરે છે. જેમ કે કટઆઉટ ડીટેઈલ્સ, મિડ્રિફ બેરિંગ ટોપ્સ, વધુ પડતી નેકલાઇન્સ.
પુરુષો માટે બિઝનેસ કેઝ્યુઅલ
જો પુરુષ કર્મચારીઓના કેઝ્યુઅલ વિશે જોવામાં આવે તો કપડામાં ઘણી એક્સેસરીઝ ચોક્કસપણે હાજર હોવી જોઈએ. આમાં ક્લીન અને સિમ્પલ સ્નીકર્સ, સારી રીતે જાળવવામાં આવેલ ડાર્ક અથવા મીડીયમ વોશ સ્ટ્રેટ ફીટ જીન્સ, બટન ડાઉન શર્ટ, ચિનોસ, બ્લેઝર અને કેઝ્યુઅલ જેકેટ્સનો સમાવેશ થઈ શકે છે. આ તમામ વસ્તુઓ પ્રોફેશનલ લુકને પર્સનલ સ્ટાઈલનો ટચ આપે છે. જો કે ઓફિસ પહેરવાની યાદીમાંથી જે કપડાને સંપૂર્ણપણે બાકાત રાખવા જોઈએ, તેમાં પ્રથમ છે – બેગી જીન્સ, ફ્લોરલ શર્ટ અને રંગબેરંગી શૂઝ.
સ્ત્રીઓ માટે બિઝનેસ કેઝ્યુઅલ
સ્ત્રીઓ માટે બિઝનેસ કેઝ્યુઅલ વિશે વાત કરીએ તો વિકલ્પોની લાંબી સૂચિ તૈયાર કરી શકાય છે. ડાર્ક વૉશ જીન્સને પ્રથમ પ્રાધાન્ય આપી શકો છો, જે સ્ટ્રક્ચર્ડ બ્લેઝર અથવા ડ્રેસિયર ટોપ સાથે સરસ લાગે છે. આ ઉપરાંત ક્લીન અને સિમ્પલ સ્નીકર્સ અથવા ફ્લેટસ, વિવિધ શૈલીના ડ્રેસ જેમ કે શીથ અથવા મિડી લંબાઈ, વિવિધ કટ અને રંગોમાં સ્લેક્સ, ઘૂંટણની લંબાઈના સ્કર્ટથી લઈને મિડીને વિવિધ પ્રકારના ટોપથી પરફેક્ટ બિઝનેસ કેઝ્યુઅલ માટે વોર્ડરોબ તૈયાર થઇ શકે છે. કામના સ્થળે સમર ક્લોથ્સ, સ્ટ્રેપી અથવા લેસ અપ હીલ્સ, રેસરબેક અને ડેનિમ શોર્ટ્સ ટાળવા જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech