BREAKING NEWS

ઉત્તરાખંડમાં આભ ફાટ્યુ ૧૦ જિલ્લામાં શાળાઓ બંધ અને ૧૦૭ રસ્તા ધોવાયા

  • July 10, 2026 01:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉત્તરાખંડમાં છેલ્લા ૨૪ કલાકથી થઈ રહેલા સતત અને મુશળધાર વરસાદે સમગ્ર રાયમાં ભારે તબાહી મચાવી છે અને સામાન્ય જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત કરી દીધું છે.અતિ ભારે વરસાદના પગલે પહાડી વિસ્તારોમાં સતત ભૂસ્ખલન (લેન્ડસ્લાઇડ) થઈ રહ્યા છે અને મેદાની વિસ્તારોમાં પૂર જેવા જળભરાવના કારણે સ્થિતિ અત્યતં ગંભીર બની ગઈ છે. હવામાન વિભાગની ચેતવણી અને આપત્તિજનક સ્થિતિને જોતાં વહીવટીતત્રં દ્રારા શુક્રવારે રાયના ૧૦ પ્રભાવિત જિલ્લાઓમાં તમામ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં શૈક્ષણિક કાર્ય બધં રાખીને રજા જાહેર કરી દેવામાં આવી છે.
ભારે વરસાદના કારણે પર્વતીય વિસ્તારોમાં પહાડો ધસી પડવાની ઘટનાઓ સામે આવી છે. વહીવટીતંત્રના સત્તાવાર અહેવાલ મુજબ, રાયના અલગ–અલગ વિસ્તારોમાં ભૂસ્ખલનને કારણે ૧૦૭ જેટલા ગ્રામીણ અને મુખ્ય સંપર્ક માર્ગેા વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બધં થઈ ગયા છે. આ સિવાય હિન્દુઓનું પવિત્ર યાત્રાધામ ગણાતા બદરીનાથ તરફ જતો મુખ્ય માર્ગ પણ અનેક જગ્યાએ પથ્થરો અને કાટમાળ આવી જતાં પ્રભાવિત થયો છે, જેના કારણે ચારધામ યાત્રાએ આવેલા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ અધવચ્ચે અટવાઈ પડા છે.
કાશીપુરમાં સૌથી વધુ ૨૦૬ મીમી વરસાદ, રૂડકીમાં પૂર જેવી સ્થિતિ
આ ચોમાસાની આફતની સૌથી વધુ અસર મેદાની જિલ્લાઓમાં જોવા મળી છે, જેમાં ઉધમ સિંહ નગરનું કાશીપુર અને હરિદ્રાર જિલ્લાનું ડકી શહેર સૌથી વધુ પ્રભાવિત થયા છે. કાશીપુર અને તેની આસપાસના ગ્રામીણ વિસ્તારો જળમ થઈ ગયા છે. સરકારી આંકડા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં રાયમાં સૌથી વધુ ૨૦૬ મીમી વરસાદ એકલા કાશીપુરમાં નોંધાયો છે. ડકી અને હરિદ્રારના રહેણાંક વિસ્તારોમાં શેરીઓ અને ઘરોમાં પાણી ભરાઈ જવાથી પૂર જેવી ભયાનક સ્થિતિ સર્જાઈ છે.દહેરાદૂનમાં આવેલા પ્રખ્યાત પર્યટન સ્થળ સહક્રધારા પાસે વરસાદના જોરદાર પ્રવાહમાં રસ્તાનો એક મોટો હિસ્સો ધોવાઈ ગયો હતો, જેની સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે શ કરવામાં આવી છે. રાય સરકારે તમામ નદી કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવા અને આગામી આદેશ સુધી પહાડી વિસ્તારોની બિનજરી મુસાફરી ન કરવા સખત અપીલ કરી છે. એસડીઆરએફ અને સ્થાનિક પોલીસને કોઈપણ ઈમરજન્સી સ્થિતિને પહોંચી વળવા હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application