પોલીસની કુંભારવાડા સહિતના વિસ્તારમાં ફ્લેગ માર્ચ

  • January 15, 2024 03:49 PM 

ઉતરાયણ નિમિતે લોકો શાંતિપૂર્ણ રીતે તહેવારની ઉજવણી કરી શકે તે અંગે પોલીસ તંત્ર સતર્ક બન્યું હતું. રેન્જ જિલ્લા પોલીસ વડા દ્વારા શહેરના તમામ પોલીસ મથકને ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સઘન પેટ્રોલિંગ માટે સૂચના આપી હતી. જે અંગે ભાવનગર શહેરના બોરતળાવ પોલીસ મથક હેઠળ આવતા વિસ્તારમાં ડી ડિવિઝન પોલીસ દ્વારા કુંભારવાડા, સર્કલ, માઢીયારોડ, બાનુબેનની વાડી, ગુજરાત હાઉસિંગ બોર્ડ, અક્ષરપાર્ક, હાદાનગર સહિતના વિસ્તારોમાં મોટા કાફલા સાથે ફ્લેગ માર્ચ યોજી હતી. આ ફ્લેગ માર્ચમાં પીઆઇ સહીતના અધિકારીઓ અને પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા. પોલીસની ફ્લેગ માર્ચને લઇ ગુનેગારોમાં ફફડાટ ફેલાયો હતો. અને પોલીસની સતર્કતાને લઇ લોકોએ પણ શાંતિ પૂર્વ પોતાના તહેવારની ઉજવની કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application