BREAKING NEWS

બાલાજી હોલ પાસેની રામપાર્ક સોસાયટીમાં એક લાખ રોકડ સાથે પાંચ જુગારી ઝડપાયા

  • July 08, 2026 03:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરમાં બે સ્થળે ડીસીબી અને પીસીબીની ટીમે જુગારના દરોડા પાડી ૧૧ શખસોને લાખથી વધુની રોકડ સાથે ઝડપી લઇ કાર્યવાહી કરી છે, ડીસીબીની ટીમે બાલાજી હોલ નજીક રામપાર્ક સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી અને પીસીબીની ટીમે નાના મૌવા મેઈન રોડ પર આવેલા આશ્રય બી એપાર્ટમેન્ટના લેટમાં ચાલતો જુગાર ઝડપી લીધો હતો.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત મુજબ ડીસીબી પોલીસ મથકનો સ્ટાફ સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતુંત્યારે પો.કોન્સ.ધર્મરાજસિંહ રાણાને ચોક્કસ બાતમી મળી હતી કે, બાલાજી હોલ પાસે કે.જી.ધોળકિયા સ્કૂલની પાછળ આવેલી રામપાર્ક સોસાયટી શેરી નં–૫માં આવેલા રહેણાંક મકાનના ગ્રાઉન્ડ લોરમાં આવેલા મમાં તીનપતીનો જુગાર રમાઈ રહ્યો છે, જે બાતમીના આધારે ડીસીબીની ટીમે દરોડો પાડી મકાન માલીક અશ્વિનભાઈ રણછોડભાઈ તાળા, તેનો પુત્ર પ્રિન્સ અશ્વિનભાઈ તાળા, જય જમનભાઈ પટેલ (રહે–કામધેનુ એપાર્ટમેન્ટ લેટ નં–૩૦૨), ન્યુ પરિમલ સ્કૂલ રોડ, આત્મીય કોલેજ સામે), અંકુર રાવતભાઈ ડેર (રહે–ઋષિકેશ સોસાયટી શેરી નં–૫, કેજી ધોળકિયા સ્કૂલ પાછળ), શૈલેષ પુનાભાઈ ટાંક (રહે–ઋષિકેશ સોસાયટી શેરી નં–૧, યુનિવર્સીટી રોડ) તમામને ઝડપી લઇ રોકડ ૬૨,૨૦૦ની મત્તા કબ્જે કરી ગુનો નોંધ્યો હતો.
જયારે પીસીબીની ટીમે નાના મવા મેઈન રોડ પર, આશ્રય બી એપાર્ટમેન્ટ, જમુના હેરિટેઝ સોસાયટીમાં રહેતા હરેશ કેશવજીભાઈ ભીમાણીના લેટમાં ચાલતા જુગાર ઉપર દરોડો પાડી મકાન માલિક હરેશ કેશવજીભાઈ ભીમાણી, સંદીપ અંબાવીભાઈ હિંસુ (રહે–ધ નેસ્ટ, અંબિકા ટાઉનશીપ જીવરાજપાર્ક), ડેનિશ ચંદુભાઈ ડેડકીયા (રહે–શ્રીજી એકઝાટિકા, અંબિકા ટાઉનશીપ), જસ્મીન હંસરાજભાઇ મણવર (રહે–સિદ્ધિ ગોલ્ડ એપાર્ટમેન્ટ, મોદી સ્કૂલની બાજુમાં, જીવરાજપાર્ક), હાર્દિક પ્રવીણભાઈ ગોરીયા ૯રહે–હીર વિલા એપાર્ટમેન્ટ, સ્પીડવેલ પાર્ટી પ્લોટ), પાર્થ ઉદયભાઈ હાંસલિયા (રહે–સિલ્વર એવન્યુ, જીવરાજ પાર્ક) તમામને ઝડપી લઈ રોકડ ૫૭૦૦૦ની મત્તા કબ્જે કરી ગુનો નોંધ્યો હતો. આ દરોડો પીસીબી પીએસઆઈ પી.બી.ત્રાજીયાની રાહબરીમાં સ્ટાફના હેડ કોન્સ.વિજયભાઈ મેતા, કુલદીપસિંહ જાડેજાની બાતમીના આધારે પાડવામાં આવ્યો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application