અમેરિકન લેબમાં બન્યો આગ ફેંકનારો પ્રથમ રોબોડોગ

  • April 25, 2024 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમેરિકાની લેબમાં એવો રોબોટ તૈયાર કરવામાં આવ્યો છે જે આગ ફેંકે છે. આ રોબોટ જેવું તેવું નહિ 30 ફૂટના અંતર સુધી અગ્નિ ફેંકી શકે છે. એટલે કે આ રોબોટ 30 ફૂટ દૂર સ્થિત વસ્તુને સેક્ધડમાં ભસ્મીભૂત કરી શકે છે. આ રોબોટને વિકસાવનાર અમેરિકન કંપ્નીએ તેનું નામ થર્મોનેટર રાખ્યું છે, જે ફ્લેમથ્રોવરથી સજ્જ છે. એવું માનવામાં આવે છે કે અત્યાર સુધી આવા દ્રશ્યો હોલીવુડની ફિલ્મોમાં જોવા મળતા હતા, પરંતુ અમેરિકાએ હવે તેને સાચુ સાબિત કરી દીધું છે.

અમેરિકાનો આ અનોખો રોબોડોગ લાઇટ ડિટેક્શન અને રેન્જિંગ ટેક્નોલોજી પર કામ કરે છે. આ ટેક્નોલોજીનો ઉપયોગ કેટલીક કાર અને 3ડી મેપિંગમાં પણ થાય છે. લાઈટ ડિટેક્શન અને રેન્જિંગનો ઉપયોગ ડ્રોન કેમેરામાં પણ થાય છે જેનો ઉપયોગ ગીચ વિસ્તારોમાં થાય છે. કંપ્નીના જણાવ્યા અનુસાર તેમાંથી નીકળતી આગનો ઉપયોગ બરફને દૂર કરીને રસ્તો બનાવવા માટે કરી શકાય છે અને તેનો ઉપયોગ મનોરંજન અને સ્પેશિયલ ઈફેક્ટ્સ માટે પણ થઈ શકે છે.

ઓહાયો સ્થિત રોબોટ નિર્મિત થ્રોફ્લેમ કંપ્નીનું કહેવું છે કે ’થર્મોનેટર’ પહેલો ડોગી રોબોટ છે જે આગ ફેંકે છે. કંપ્નીની વેબસાઇટ અનુસાર, થર્મોનેટર આદેશ પર ગમે ત્યાં જ્વાળાઓ ફેંકી શકે છે. આ રોબોટ લેસર વડે આગને નિયંત્રિત કરે છે. રોબોટ ફર્સ્ટ પર્સન વ્યુ કંટ્રોલર દ્વારા સંચાલિત થાય છે. આ રોબોટમાં લગાવવામાં આવેલ લેસર બીમ અંધારામાં પણ તેના લક્ષ્યને ઓળખી શકે છે અને હુમલો કરી શકે છે.
અમેરિકન ડોગી રોબોટનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે રોબોટ લેસર બીમની મદદથી અંધારામાં આગળ વધે છે અને યોગ્ય પોઝિશન લીધા પછી જ્વાળાઓ ફેંકવા લાગે છે. આ દ્રશ્ય જોઈને અજગરની તસવીર સામે આવે છે. આ રોબોટ કૂતરાઓની જેમ કૂદવામાં પણ સક્ષમ છે, એટલે કે તેની પાસે સંરક્ષણ પ્રણાલી પણ છે જે તેને સુરક્ષિત કરે છે. કંપ્નીએ કહ્યું કે આ રોબોટ હવે ડિલિવરી માટે ઉપલબ્ધ છે. કંપ્નીની વેબસાઈટ અનુસાર, તેની કિંમત 9420 ડોલર રાખવામાં આવી છે, એટલે કે જો ભારતીય રૂપિયાની વાત કરીએ તો તેને 7.84 લાખમાં ખરીદી શકાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application