અમરનાથ યાત્રા માટે બેઝ કેમ્પથી યાત્રિકોની પહેલી ટુકડીને બાલતાલ અને પહેલગામ જવા માટે લીલીઝંડી આપવામાં આવી છે અને હર...હર..ભોલેના નાદ સાથે યાત્રા શરુ થઈ છે.જમ્મુ કાશ્મીરના ઉપ રાજ્યપાલ મનોજ સિંહાએ યાત્રીકોને લીલીઝંડ આપી રવાના કર્યા હતા. સમગ્ર માર્ગમાં ભાવિકોની સલામતી માટે પુરતી અને જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
યાત્રીકોની પહેલી ટુકડીને બાબા બરફનીના દર્શન માટે જમ્મુના ભગવતીનગર સ્થિત યાત્રી નિવાસ સ્થાનેથી આજે વહેલી સ્વરે 4 વાગે પ્રસ્થાન કરાવાઈ હતી.આ દમિયાન જમ્મુના સરસ્વતીધામ માં બુધવારથી જ તત્કાલ રજીસ્ટ્રેશન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.અને ટોકન આપવાના શરુ થઈ ગયા છે. પહેલા જ દિવસે 1000 ટોકન ઇસ્યુ કરવામાં આવ્યા હોવાનું તંત્ર એ જણાવ્યું છે.ભાવિકોની સલામતી માટે કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. અત્રે એ નોંધનીય છે કે યાત્રા વિધિવત રીતે 29જુન થી શરુ થશે.
અમરનાથ યાત્રા હિંદુઓ માટે પૂજનીય યાત્રાધામ છે, જે ભગવાન શિવની પૂજાને સમર્પિત છે. કાશ્મીરમાં લગભગ 3,888 મીટરની ઉંચાઈએ હિમાલયમાં સ્થિત, યાત્રા પવિત્ર અમરનાથ ગુફામાં લઈ જાય છે, જ્યાં કુદરતી રીતે બનતું બરફની શિવલિંગ , જે ભગવાન શિવનું સ્વરૂપ માનવામાં આવે છે,તે રચાય છે.પહેલગામથી, તીર્થયાત્રીઓ ગુફા સુધી પહોંચવા માટે લગભગ 46 કિલોમીટરનો પ્રવાસ કરે છે. આ માર્ગ ચંદનવારી, શેષનાગ અને પંચતરણી જેવા મનોહર સ્થળો પરથી પસાર થાય છે. અમરનાથ યાત્રા 19 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે.ગુફામાં બે નાની બરફની રચનાઓ પણ છે જે દેવી પાર્વતી અને ભગવાન ગણેશનું પ્રતિનિધિત્વ કરે છે, જે તેની પવિત્રતામાં વધુ વધારો કરે છે.
પૌરાણિક મહત્વ
અમરનાથ ગુફાનું હિન્દુ પૌરાણિક કથાઓમાં મહત્વ સમજાવાયુ છે. દંતકથા છે કે ભગવાન શિવે અમરત્વ અને સૃષ્ટિનું રહસ્ય તેમની દૈવી પત્ની પાર્વતીને જાહેર કરવા માટે આ દૂરસ્થ ગુફા પસંદ કરી હતી. સંપૂર્ણ ગુપ્તતા સુનિશ્ચિત કરવા માટે, શિવે તેમના નંદી (બળદ)ને પહેલગામ ખાતે છોડી દીધા, ચંદનવારી ખાતે તેમના વાળમાંથી ચંદ્રને છોડ્યો, શેષનાગમાં તેમના સાપ છોડ્યા અને પંચતરણી ખાતે પાંચ તત્વોને છોડ્યા. એવું કહેવાય છે કે ભગવાન શિવ પણ ગુફામાં પ્રવેશતા પહેલા તેમના પુત્ર ગણેશને મહાગુણ પર્વત (મહાગણેશ પર્વત) પર છોડી ગયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech