ગોમતી ઘાટે સિગલ પક્ષીઓનું પહેલીવાર આગમન: યાત્રાળુઓ ગદ્ગદીત

  • February 13, 2024 12:09 PM 

શિયાળાની ઋતુમાં જામનગર શહેરમાં ખાસ કરીને લાખોટા તળાવે સવારના ભાગે વિદેશી સિગલ પક્ષીઓ વર્ષોથી આવતા રહ્યા છે અને આકર્ષણનું કેન્દ્ર બનતા રહ્યા છે, શિયાળાની ઓળખ જેવા આ વિદેશી મહેમાનો બાળકો માટે એક રોમાંચ લઇને આવે છે, સાંજના ભાગે મોટાભાગના પક્ષીઓ રોઝી બંદરના દરિયા કિનારે જોવા મળતાં હોય છે, પરંતુ આ વખતે પહેલીવાર ધર્મસ્થાન દ્વારકા ખાતે ગોમતી ઘાટે મોટા પ્રમાણમાં સિગલ પક્ષીઓનું આગમન થતાં લોકોમાં જબ આકર્ષણ પેદા થયું છે અને મોટા પ્રમાણમાં યાત્રાળુઓ સિંગદાણા, બિસ્કીટ વગેરે ખવડાવે છે, મજાની વાત એ છે કે ત્યાં પણ આ સિગલ પક્ષીઓ ગાંઠીયા પર તુટી પડે છે, આ અગાઉ ગોમતી ઘાટે સફેદ બગલા સિવાય કોઇ પક્ષીઓ મોટા પ્રમાણમાં જોવા મળતા ન હતાં, આ વખતે પહેલીવાર આ વિદેશીઓ દ્વારકાના ગોમતી ઘાટે જોવા મળ્યા હોવાથી હવે જામનગરના લાખોટા તળાવ ઉપરાંત દ્વારકામાં પણ સિગલ પક્ષીઓ સિઝનલ રોકાણ કરે એવું લાગે છે. અત્રે નોંધનીય છે કે, બેટદ્વારકામાં પણ આ પક્ષીઓ મોટા પ્રમાણમાં જોવા મળે છે અને ખાસ કરીને જયારે બોટ મારફત સફર કરવામાં આવતી ત્યારે પક્ષીઓના મોટા ઝુંડની ઉડાન લોકો કુતુહલવશ જુએ છે અને આનંદ માણે છે, આ વખતે પ્રથમ વાર આ પંખીડાઓ દ્વારકાના ગોમતી ઘાટે જોવા મળ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application