ગુજરાતમાં સૌપ્રથમ રાજકોટમાં એચ.આઇ.વી. પેશન્ટ માટે ખૂલ્યું મફત કાનૂની સહાય કેન્દ્ર

  • February 24, 2023 08:02 PM 

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા એચ.આઇ.વી. પોઝિટિવ લોકોને કાનૂની સહાય પૂરી પાડવા માટે જૂની કલેકટર કચેરી ખાતે પેરાલીગલ વોલ્યુન્ટીયર સેલનું ઉદ્ઘાટન જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ કર્યું હતું.


ગુજરાતમાં સૌપ્રથમ વખત એચ.આઇ.વી. પોઝિટિવ લોકો માટે ખાસ પી.એલ.વી. કેન્દ્ર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને આર.ડી એન.પી.પ્લસ ટ્રસ્ટ દ્વારા જૂના યુ.એલ.સી.બિલ્ડિંગ, જૂની કલેકટર કચેરી ખાતે શરૂ કરવામાં આવ્યું છે. આ કેન્દ્ર ખાતેથી દર સોમવાર અને બુધવારે અરજદારો કાનૂની સહાય મેળવી શકશે. પી.એલ.વી. કેન્દ્ર શરૂ થવાથી કાનૂની સહાય મેળવવા માટે અરજદારોને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જવું નહિ પડે અને પી.એલ.વી. કેન્દ્ર ખાતે જ આર.ડી.એન.પી સંસ્થામાં જ ખાનગી અને અલાયદા વાતાવરણમાં જરૂરી માર્ગદર્શન અને સહાય મેળવી શકાશે.


આ ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સેક્રેટરી ડો. એન.એચ.નંદાણીયા ,અધિક જિલ્લા ન્યાયાધીશ જે. ડી. સુથાર, પ્રાંત અધિકારી સંદીપ વમર્,િ જિલ્લા ટી.બી. અને એચ.આઇ.વી.ઓફિસર ડો. ઘનશ્યામ મહેતા, આર.એન.ડી.પી. પ્લસ ટ્રસ્ટના પ્રમુખ જગદીશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ઉદઘાટન બાદ જિલ્લા કલેકટરે પી.એલ.વી. કેન્દ્ર શરૂ કરવામાં મહત્વની ભૂમિકા ભજવનાર લોકોની સેવાને બિરદાવી હતી તેમજ એચ. આઇ.વી. પોઝિટિવ લોકોને જરૂર પડ્યે આ કેન્દ્ર પાસેથી સલાહ લેવા અપિલ કરી હતી. અરજદારો એચ.આઇ. વી. હેલ્પલાઇન 1097નો ઉપર પણ સંપર્ક સાધી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application