અગ્નિકાંડ: આઈપીએસ, આઈએએસ અફસરોની ધરપકડ કયારે?

  • June 01, 2024 11:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ ગેમઝોન અગ્નિકાંડની તપાસની આગ અત્યાર સુધી તો નાના કર્મચારીઓ અને નાના અધિકારીઓ સુધી જ પહોંચી શકી છે. મહાપાલિકાના ટીપીઓ સહિત ચાર અધિકારીઓની ધરપકડ કરીને ૧૨ દિવસના રીમાન્ડ લેવાયા છે. પોલીસ ડીપાર્ટમેન્ટના પીઆઈ કક્ષાના ચાર–પાંચ અધિકારીને બેસાડી દેવાયા છે. હજુ સુધી એકપણ આઈપીએસ, આઈએએસ કક્ષાના અફસરોને રાજકોટની ક્રાઈમ બ્રાંચનું પગથીયું ચડાવાયું નથી. તેઓના ડાયરેકટ ગાંધીનગર સીટ સમક્ષ બોલાવવામાં આવે છે. આ સનદી અધિકારીઓના ત્યાં નિવેદનો લેવાઈ રહ્યા કે પુછપરછ થઈ રહી છે તેવું માત્ર જાહેર થાય છે. અંદર શું ખીચડી પાકી રહી છે ? તેવું અત્યાર સુધી સ્પષ્ટપણે ઉલ્લ ેખાયું નથી. અિકાંડને આજે એક સાહ થશે આમ છતાં હજુ એકપણ આઈપીએસ કે આઈએએસ સામે કોઈ કાર્યવાહી થઈ નથી. શું આ અધિકારીઓની કોઈ જવાબદારી ન હતી ? આ સનદી અફસરોની ધરપકડ થશે કે નહીં ? અથવા તો ધરપકડ કયારે થશે ?



ગત શનિવાર તા.૨૫ના રોજ બપોર બાદ સાવ ગેરકાયદે રીતે ત્રણ વર્ષથી  કાળી કમાણી કરી રહેલા ટીઆરપી ગેમઝોનનો મોતનો માચડો સળગી ઉઠયો હતો અને આ અગનજવાળાની લપેટમાં ૨૭ નિર્દેાષ વ્યકિતઓએ તંત્રવાહકોની બેદરકારી, લાપરવાહી કે પાપના કારણે જીવ ગુમાવવા પડયા છે. અિકાંડના મામલે હાઈકોર્ટ એ દિવસથી જ આક્રમક મૂડમાં હતી. સરકારની આકરા શબ્દો સાથે ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટના તીખા તેવરને લઈને સરકાર પણ એકશન મોડમાં આવી હતી. કડક કાર્યવાહી થશે તેવું બતાવવા માટે દર વખતની દુર્ઘટનાની માફક સરકાર દ્રારા તાત્કાલીક સીટની રચના કરી દેવાઈ હતી. જેમાં પણ દર વખતની માફક વડા તરીકે સુભાષ ત્રિવેદીને મુકવામાં આવ્યા છે. સાથોસાથ રાજકોટ તાલુકા પોલીસના પીએસઆઈ ત્રાજીયાને સરકાર તરફથી આ અિકાંડ મામલે ફરિયાદી બનાવાયા હતા અને અિકાંડના ગુનામાં ત્વરીત કામગીરી બતાવવાની સાથે અત્યાર સુધી ગેમઝોનના સંચાલકો, જમીન માલીક સહિત છ શખસો ઉપરાંત ગેરકાયદે બાંધકામ નહીં તોડનાર મહાપાલિકાના ટાઉન પ્લાનર, બે એટીપી અને ફાયર બ્રિગેડના ઓફિસરની ધરપકડ કરવામાં આવી છે.



પોલીસે ઈસ્યુ કરેલા લાઈસન્સ બાબતે ૨૦૨૩ના સમયના બન્ને પીઆઈ વી.આર.પટેલ અને એન.આઈ.રાઠોડને  સોમવારથી જ નજરકેદ જેવા કરી દેવાયા છે. આ સાથે જ બે દિવસ પહેલા ગેમઝોન ૨૦૨૧માં  કાર્યરત થયું ત્યારે લાઈસન્સ માટેના અભિપ્રાય આપનાર અને લાઈસન્સ ઈસ્યુ કરનાર બે પીઆઈ જે.વી.ધોળા તથા વી.એેસ.વણઝારાની પણ ક્રાઈમ બ્રાંચ રાજકોટ ખાતે પુછપરછ થઈ રહી છે. આ બધા નાના કર્મચારીઓ, અધિકારીઓની ધરપકડ થઈ અને પોલીસ વિભાગના ચાર પીઆઈની નજર કેદ સાથે પુછપરછ થઈ રહી છે પરંતુ અત્યાર સુધી એકપણ આઈપીએસ કે આઈએએસને રાજકોટ ક્રાઈમ બ્રાંચની કચેરીમાં આ તપાસના કારણે પુછપરછ કે નિવેદન લેવા માટે પગથીયું ચડાવાયું નથી. સરકારે રચેલી સીટ તો કોની બેદરકારી હતી ? અને શું રોલ હતો ? તેની તપાસ કરી રહી છે. ખરેખર ગુનાના કામે તપાસ કરતી એજન્સીના તપાસના કાગળો કેસમાં મહત્વપુર્ણ બનતા હોય છે.


સરકાર રચીત પાંચ અધિકારીઓની ટીમ દ્રારા એવું કહેવાય છે કે, કેટલાક આઈપીએસ અને આઈએએસને નોટીસ કે તેડું મોકલીને પુછપરછ કરાઈ છે પણ આ અધિકારીઓ કોણ ? શું પુછપરછ થઈ ? કોઈની કઈં બેદરકારી હતી કે છે ? આવું સીટ દ્રારા હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરાયું નથી. જો અિકાંડમાં નાના કર્મચારીઓ, અધિકારીઓ દોષિત ગણાતા હોય તો પોલીસ લાઈસન્સ નોેેેેેેેેેટીંગમાં ફાઈનલ ઓથોરીટી અને સહી એડી. પોલીસ કમિશનરની હતી. આ ઉપરાંત એસીપી ડીસીપી પાસે પણ ફાઈલ ગઈ હશે. આવી જ રીતે ફાયર એનઓસી નહોતી, ગેરકાયદેસર બાંધકામ હતું તે મામલે મહાપાલિકાના ટીપીઓથી લઈ ફાયર ઓફિસર સામે કાર્યવાહી થઈ છે. ગેરકાયદે બાંધકામ હતું અને ફાયર એનઓસી નહોતી આ બધું જોવાનું કે, નૈતિક જવાબદારી શું ડેપ્યુટી કમિશનરથી લઈ મ્યુનિ. કમિશનર સુધીના સનદી અધિકારીઓમાં ન આવે ? તેઓ શું તેમની ફરજ બાબતે બેદરકાર ન ગણાય ? સીટ દ્રારા કે તપાસના નામે આઈએએસ કે આઈપીએસ અધિકારીઓની માત્ર નિવેદન કે પુછપરછના કાગળો જ થશે કે પછી આવા ઉચ્ચ અધિકારીઓને પણ ખરા જવાબદાર ઠેરવીને તેમની ધરપકડ થશે ? આવા સવાલો હવે સામાન્યજનમાં ઉઠી રહ્યા હશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application