ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં યોજાનારા લોકપ્રિય ગાયક અરિજિત સિંહના કોન્સર્ટમાં હાજરી આપવા જનારા લોકો માટે એક સારા સમાચાર છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ગિફ્ટ સિટીથી અમદાવાદ માટે વધારાની મેટ્રો ટ્રેનો શરૂ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે.
આ નિર્ણય શનિવારના રોજ યોજાનારા અરિજિત સિંહના કોન્સર્ટને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. કોન્સર્ટ પૂર્ણ થયા બાદ મુસાફરોને પરત ફરવામાં સરળતા રહે તે માટે મેટ્રો સેવાઓના સમયમાં વધારો કરવામાં આવ્યો છે.
વધારાની મેટ્રો ટ્રેનનો સમય:
ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશનથી અમદાવાદ માટે વધારાની ટ્રેનો નીચેના સમયે ઉપલબ્ધ રહેશે:
રાત્રે ૮:૩૦ કલાકે
રાત્રે ૯:૩૦ કલાકે
રાત્રે ૧૦:૩૦ કલાકે
રાત્રે ૧૧:૩૦ કલાકે
મેટ્રો ટ્રેનની મહત્તમ ક્ષમતા ૮૦૦ થી ૮૫૦ મુસાફરોની છે. જો કોઈ ટ્રેન પોતાની મહત્તમ ક્ષમતા સાથે ભરાઈ જશે, તો આગળની ટ્રેન ઉપર દર્શાવેલ નિયત સમય મુજબ ઉપલબ્ધ થશે.
કોલ્ડપ્લે બેન્ડનો જલસો પણ અમદાવાદમાં:
આ ઉપરાંત, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૨૫મી જાન્યુઆરીના રોજ કોલ્ડપ્લે બેન્ડનો ભવ્ય સંગીત કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુંબઈમાં કોલ્ડપ્લેના ત્રણેય શો હાઉસફુલ રહ્યા હતા અને ટિકિટો બ્લેકમાં પણ ઊંચા ભાવે વેચાઈ હતી. અમદાવાદમાં પણ કોન્સર્ટની જાહેરાત થતાં શહેરની હોટલો હાઉસફુલ થઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech