કુવાડવા રોડ પર ફેકટરીમાં આગ: ૭૦ લાખનું નુકસાન

  • April 02, 2024 03:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કુવાડવા રોડ પર આવેલી શ્રીનાથજી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં દ્રારકાધીશ પેપર નામની ફેકટરીમાં વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. જો કે અહીં કામ કરનાર શ્રમિકોએ ફાયર સેફટીના સાધનો વડે ઓલવવાની કામગીરી શ કરી દીધી હતી. દરમિયાન ફાયરની ટીમ પણ આવી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગની આ ઘટનામાં ૧૫૦ ટન સિલિકોન કટીંગ અને કેમિકલને નુકસાન થયું હોય અંદાજિત પિયા ૭૦ લાખનું નુકસાન થયાનું જાણવા મળ્યું છે. સદભાગ્યે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.

આગની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ, કુવાડવા રોડ પર શ્રીનાથજી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલી દ્રારકાધીશ પેપર પ્રા.લી નામની કંપનીમાં ગઈકાલ સમી સાંજના આગ લાગ્યાની ઘટના બની હતી. અહીં આગ લાગ્યા બાદ ફેકટરીમાં કામ કરનાર ચાર શ્રમિકોએ ફાયર સેફટીના સાધનો વડે આગ બુજાવી નાખી હતી દરમિયાન બેડી પર ફાયર બ્રિગેડની ટીમ પણ અહીં પહોંચી ગઈ હતી.

આગની આ ઘટનાને લઇ ફેકટરીના માલિક કિશનભાઇ વિજયકુમારભાઈ વાઢેર પણ અહીં પહોંચી ગયા હોય તેમના જણાવ્યા મુજબ, અહીં ફેકટરીમાં પેપર કટિંગની કામગીરી થાય છે આગની આ પેપર મિલના મશીનરી વિભાગમાં લાગી હતી જેમાં ૧૫૦ ટન સિલિકોન કટીંગ, કાગળ ઉપરનું કોટિંગ પેપરનો માલ, અંદરનું વાયરીંગ તથા કેમિકલ સળગી ગયું હતું. આગની આ ઘટનામાં અંદાજિત ૭૦ લાખ જેવું નુકસાન થયું હોવાનું માલુમ પડું છે. સદભાગ્યે કોઈ જાનહાની થવા પામી ન હતી આગ કયાં કારણોસર લાગી હતી તે જાણી શકાયું નથી.

યારે અન્ય એક બનાવમાં શહેરના સદર વિસ્તારમાં આવેલી જુમ્મા મસ્જિદ પાસે એક ઝૂંપડામાં આજરોજ આગ લાગી હતી. જેમાં ઘરમાં રહેલ ગાદલા, ટીવી, કપડા, સહિતની ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. સદભાગ્યે કોઈ જાનહાની થવા પામી ન હતી.
આ સિવાય શહેરના પપૈયાવાડી વિસ્તારમાં ગોકુલ ચોક પાસે ૮૦ ફટ રોડ પર ગુજરાત ગેસ લાઇનમાં આગ લાગવાની ખબર મળતા માવડી ફાયર બ્રિગેડની ટીમ અહીં પહોંચી હતી અને ગુજરાત ગેસ સર્વિસ રેગ્યુલર લેટર પોઇન્ટમાં આગ વધારે ફેલાતા અટકાવી હતી તેમજ ગેસ લાઇન બધં કરી દેવામાં આવી હતી. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application