હાપા યાર્ડ નજીક કચરાની 8 ગાડીમાં આગ ભભૂકી

  • April 21, 2025 12:18 PM 

ભારે દોડધામઃ ખુલ્લા પ્લોટમાં રાખેલા વાહનો ઝપટે ચડ્યાઃ જાનહાની ટળી


જામનગરમાં નજીક હાપા માર્કેટિંગ યાર્ડ રોડ પર પાવર લાઇન નામની ખાનગી કંપની કે જેનું બેસ સ્ટેશન આવેલું છે, અને શહેરમાંથી ગાર્બેઝ કલેક્શન કરીને તેના વાહનો આ સ્થળે રાખવામાં આવે છે. જ્યાં રવિવારે સવારે દસેક વાગ્યાના અરસામાં અકસ્માતે આગ લાગી હતી, અને કચરા ના હેરાફેરીમાં ઉપયોગમાં લેવાતા છોટા હાથી સહિતના વાહનોમાં આગ લાગી ગઈ હતી​​​​​​​.

 કુલ ૨૦ વાહનો રખાયેલા હતા, જે પૈકી ૮  વાહનોમાં આગ પ્રસરી ચૂકી હતી. જે બનાવ  અંગે ને જાણ કરાતાં ફાયર ઓફિસર ઉમેશ ગામેતી ની રાહબળી હેઠળ ની ફાયર ટુકડી તાબડતો ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને એક કલાકની જહે મત લઈ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઈ લીધી હતી. 

સમયસર આગ કાબુમાં આવી ગઇ હોવાના કારણે અન્ય એક ડઝન થી વધુ વાહનો બચી ગયા હતા. કોઈ પણ પ્રકારનો કચરો વગેરે સળગવા ના કારણે આગ લાગી હોવાનું અનુમાન કરાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application