સૂચના સેઠે કરેલી ચાર વર્ષના દીકરાની હત્યાના કેસમાં આખરે તેણીએ પોતાનો ગુનો કબુલ્યો છે. આ કેસમાં એક પછી એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. પોલીસ પૂછપરછમાં સૂચના સેઠે કહ્યું કે, દીકરો સૂઈ ગયા બાદ તેનું ગળું દબાવી શકાય તે માટે મેં દીકરાની હત્યા પહેલા હાલરડું ગાયું હતું. આ સાથે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે સૂચના તેના દીકરાની હત્યા કરતા પહેલા તેના ડોકટરના સંપર્કમાં હતી.
આ હત્યા કેસ મામલે ગોવા પોલીસને સૂચના સેઠના હસ્તાક્ષર વાળો પત્ર મળ્યો હતો. આ પત્ર ગોવામાં સૂચનાના ભાડાના મકાનમાંથી મળ્યો હતો. જેમાં તેણીએ લખ્યું હતું કે, 'હત્પં કોર્ટનાએ આદેશને સહન કરી શકતી નથી જેમાં મારા પતિને મારા દીકરાને મળવા દેવામાં આવે. મારો પૂર્વ પતિ હિંસક છે, તે મારા દીકરાને ખોટી બાબતો શીખવતો હતો. હત્પં તેને એક દિવસ માટે પણ દીકરાને મળવા ન આપી શકું.' પોલીસે આ પત્રને એફએસએલમાં મોકલી આપ્યો છે. જેથી હેન્ડરાઈટિંગ એકસપર્ટ તેની તપાસ થઇ શકે.
સૂચના સેઠના લ ૨૦૧૦માં થયા હતા. ૨૦૧૯માં તેણે એક પુત્રને જન્મ આપ્યો. આ દરમિયાન દંપતિ વચ્ચે વિખવાદ વધી ગયો અને ૨૦૨૦માં મામલો કોર્ટ પહોંચ્યો અને બંનેએ છુટાછેડા લીધા. કોર્ટે આદેશ આપ્યો હતો કે, બાળકના પિતા રવિવારે પુત્રને મળી શકે છે. આ વાતથી સૂચના સેઠ ગુસ્સે ભરાઈ હતી. હાલ તો આને જ બાળકની હત્યાનું કારણ માનવામાં આવે છે. સૂચના સેઠ મૂળ બંગાળની રહેવાસી છે અને બેંગલુમાં રહે છે. તેનો પૂર્વ પતિ કેરળથી છે, જે હાલ ઈન્ડોનેશિયામાં છે. ગોવા પોલીસ દ્રારા તેમને તાત્કાલિક ભારત બોલવવામાં આવ્યા હતા અને તેણે જ બાળકના પોસ્ટમોર્ટમની પરમિશન આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMશું વેચાવા જઈ રહી છે યસ બેંક? જાપાનની આ બેંક ખરીદશે હિસ્સેદારી
May 13, 2025 07:24 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech