હૃતિક રોશન અને દીપિકા પાદુકોણની એરિયલ એક્શન ફિલ્મ ‘ફાઈટર’ને લઈને ભારે ચર્ચા છે. ટૂંક સમયમાં આ ફિલ્મ સિનેમાઘરોમાં આવશે. આ ફિલ્મ એડવાન્સ બુકિંગમાં પણ જબરદસ્ત કલેક્શન કરી રહી છે. તેની રિલીઝ માટે માત્ર એક જ દિવસ બાકી છે. આ દરમિયાન ‘ફાઇટર’ના નિર્માતાઓને મોટો ઝટકો લાગ્યો છે.
હૃતિક રોશન અને દીપિકા પાદુકોણની એરિયલ એક્શન ફિલ્મ ‘ફાઈટર’ને લઈને ભારે ચર્ચા છે. ટૂંક સમયમાં આ ફિલ્મ સિનેમાઘરોમાં આવશે. આ ફિલ્મ એડવાન્સ બુકિંગમાં પણ જબરદસ્ત કલેક્શન કરી રહી છે. તેની રિલીઝ માટે માત્ર એક જ દિવસ બાકી છે. આ દરમિયાન ‘ફાઇટર’ના નિર્માતાઓને મોટો ઝટકો લાગ્યો છે. હૃતિક રોશનની ફિલ્મ ‘ફાઇટર’ પર મધ્ય પૂર્વના ઘણા દેશોએ પ્રતિબંધ મૂક્યો છે.
ફિલ્મ બિઝનેસ એક્સપર્ટ અને પ્રોડ્યુસર ગિરીશ જોહરે કહ્યું કે હૃતિક રોશનની ફિલ્મ ‘ફાઇટર’ પર યુનાઈટેડ આરબ અમીરાત સિવાય તમામ મિડલ ઈસ્ટ દેશોમાં પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરતા આ માહિતી આપી છે. તેમણે પોસ્ટમાં લખ્યું, ‘મધ્ય પૂર્વના ઘણા દેશોમાં ફાઈટર પર સત્તાવાર રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ફિલ્મ પીજી 15 ક્લાસિફિકેશન સાથે યુએઇના થિયેટરોમાં રિલીઝ થશે.
એક અહેવાલમાં સોર્સના આધારે કહેવામાં આવ્યું છે કે ફિલ્મની ટીમ સાથે સંકળાયેલા એક સૂત્રએ પુષ્ટિ કરી છે કે યુએઈ સિવાયના તમામ ખાડી દેશોમાં ‘ફાઈટર’ની રિલીઝ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કે, મેકર્સે હજુ સુધી આ બાબતે તેમનું સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech