વોર્ડ નં.12ના કોર્પોરેટરો અસ્લમ ખીલજી, જૈનબ ખફી, ફેબીદાબેન જુણેજાએ મેયરને લખેલા પત્રમાં કરી ઉગ્ર માંગ: જનરલ બોર્ડમાં પણ યુવા ક્રિકેટરો માટે મેદાન વચ્ચેથી રસ્તો ન કાઢવા કરાઇ રજૂઆત: અગાઉ ા.50 લાખ ફાળવાયા છે ત્યારે મેદાનનું કામ શ કરો
હાપા માર્કેટીંગ યાર્ડ પાસે યુવા ક્રિકેટરોને ક્રિકેટ રમવા માટે એક માત્ર જુગ્નુ ક્રિકેટ મેદાન આવેલું છે, અહીંયા અનેક જ્ઞાતિઓની ક્રિકેટ ટુનર્મિેન્ટ રમાય છે, યુવા ક્રિકેટરો પ્રેકટીસ પણ કરે છે, ત્યારે અગાઉ પણ આ મેદાનને વિકસાવવા ા.50 લાખ ફાળવાયા છે અને ા.5 કરોડ ફાળવીને રમતગમતનું વ્યવસ્થીત મેદાન કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવ્યા બાદ એકાએક મેદાનમાં કેટલોક ભાગ ખોદી નખાયો છે, માટે આ કાર્યવાહી બંધ કરીને રમતગમતનું જુગ્નુ મેદાન યથાવત રાખવાની માંગણી નગરસેવક અસ્લમ કરીમભાઇ ખીલજી, જૈનબબેન ખફી, ફેમીદાબેન જુણેજાએ મેયરને લખેલા પત્રમાં કરી છે અને એવી પણ ચિમકી આપી છે કે આ જગ્યાએ તાત્કાલીક સ્પોર્ટસ કોમ્પલેક્ષનું કામ નહીં થાય તો અમે લોકોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરીશું.
મેયરને લખેલા પત્રમાં જણાવાયું છે કે, આ મેદાનને જુગ્નુ મેદાન તરીકે ઓળખવામાં આવે છે, હાપા ગામથી લઇને મોરકંડા સુધી અને મહાપ્રભુજીની બેઠકથી કાલાવડ નાકા બ્રિજ સુધી વોર્ડ નં.11-12ના આશરે 70 હજાર જેટલા લોકો રહે છે અને યુવા ક્રિકેટરો માટે રમતગમતનું એક માત્ર મેદાન છે, આ મેદાન જાળવવા માટે વખતોવખત રજૂઆતો કરવામાં આવી છે, જામ્યુકોના અંદાજપત્રમાં 18-2-19ના રોજ આ મેદાનને વિકસાવવા ા.50 લાખનો ખર્ચ પણ ફાળવેલ છે, જે કામ ટેન્ડરની પ્રક્રિયામાં છે છતાં પણ આ મેદાન ખોદવાની શઆત કરવામાં આવી છે, તા.19-2-24ના રોજ મળેલી કોર્પોરેશનની બેઠકમાં પણ આ મેદાનને વિકસાવવા ા.5 કરોડની માતબર રકમ પણ ફાળવવામાં આવી છે, રમતગમતના મેદાનને જો નષ્ટ કરવામાં આવશે તો ક્રિકેટ પ્રેમીઓ અને રમતવીરોમાં ભારે રોષ ઉભો થશે અને હાલમાં પણ ક્રિકેટરોમાં રોષની લાગણી ફેલાયેલી છે.
એક તરફ ગુજરાત રાજયની કોર્પોરેશનની ક્રિકેટ ટુનર્મિેન્ટનું આયોજન કરાયું હતું જેમાં જામનગરની મેયર ઇલેવન ચેમ્પીયન થઇ છે, આ ટીમનું બોર્ડમાં સન્માન કરવાની વાત કરીએ છીએ, બીજી તરફ ક્રિકેટનું એક માત્ર મેદાન છે તે નાબુદ કરવાની વાત કરીએ છીએ, આ તમારો રમતગમત પ્રત્યેનો પ્રેમ કેવો છે ? જામનગર શહેરમાં અગાઉ વિનુ માંકડ, સલીમ દુરાની, અજય જાડેજા, રવિન્દ્ર જાડેજા સહિતના અનેક ખેલાડીઓએ જામનગનું નામ રોશન કર્યુ છે અને ભવિષ્યમાં પણ અનેક ક્રિકેટરો જામનગરનું નામ રોશન કરશે ત્યારે આ જગ્યામાં તાત્કાલીક અસરથી અગાઉ થયેલ જાહેરાત મુજબ સ્પોર્ટસ સંકુલનું કામ શ નહીં કરાય તો ક્રિકેટરો અને લોકોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે એવી ચિમકી પણ પત્રમાં આપી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech