વધુ વિગત મુજબ શહેરના રેસકોર્ષ ગ્રાઉન્ડમાં ઈવેન્ટ માટે જરૂરી ફાયર સેફટીના સાધનો ફિટિંગ કરાવેલ જેનું મહાનગરપાલીકાની ફાયર શાખાનું એન.ઓ.સી. મેળવવાનું હોવાથી ફરીયાદીએ રાજકોટ સ્થિત સ્પેસીફીક ફાયર પ્રોટેક્શન લીમીટેડ કંપનીના કર્મચારી કૌશીક પીપરોતરનો સંપર્ક કરતા તેઓએ ફાયર શાખાના અધીકારી ઓળખીતા હોવાનું કહી ફાયર શાખાના અધીકારી વતી ફરીયાદી પાસે કૌશિક પીપરોતર રૂા. ૩૦ હજારની લાંચ લેતા રંગે હાથ ધરપકડ કરી હતી. આરોપી વિરૂધ્ધ જરૂરી પુરાવો મળી આવેલ હોવાનું જણાવી એ.સી.બી.એ આરોપી વિરૂધ્ધ ચાર્જશીટ રજુ કર્યુ હતું. રાજકોટની અદાલતે યાંત્રીક રીતે ચાર્જશીટનું સંજ્ઞાન લઈ લેતા કૌશીક પીપરોતરે તેમના એડવોકેટ તુષાર ગોકાણી મારફતે પોલીસે દાખલ કરેલ એફ.આઈ.આર., તપાસ તથા ચાર્જશીટ હાઈકોર્ટ સમક્ષ પડકારેલ હતું જેમાં મુખ્યત્વે એવા મુદ્દાઓ લેવામાં આવેલ કે, ભ્રષ્ટાચાર નિવારણ અધીનીયમની કલમ-૨ ની જોગવાઈ મુજબ 'રાજયસેવક' વ્યાખ્યામાં આરોપી આવી શકે નહીં જો આરોપી 'રાજયસેવક' હોય તો જ કાયદાની જોગવાઈઓ આકર્ષીત થાય અને કાયદાની કલમો લાગુ પાડી શકાય, પરંતુ એવા કીસ્સામાં કે જેમાં રાજયસેવકને પોલીસે આરોપી બનાવેલ ન હોય તેવા કીસ્સામાં માત્ર સામાન્ય પ્રજાજન વિરૂધ્ધ ભ્રષ્ટાચાર નીવારણ અધીનીયમની જોગવાઈઓ લાગુ પાડી શકાય નહી. તે મતલબની વિસ્તૃત કાયદાકીય છણાવટ કરતી રજુઆતો કરી હતી. આરોપી વતી ઉઠાવાયેલા કાનુની મુદ્દાઓમાં વજુદ જણાતા હાઈકોર્ટે એ.સી.બી.ને નોટીસ કરી કાનુની મુદ્દાઓનો જવાબ આપવા આદેશ કર્યો છે. આરોપી કૌશીક પીપરોતર વતી ખ્યાતનામ ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, ઉઝેર કુરેશી, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, વિરમ ધ્રાંગીયા, નદિમ ધંધુકિયા, વિશાલ કૌશીક, ભૂમિકા નંદાણી, દિવ્યમ દવે, નૈમીષ રાદડીયા, કેવિન ભીમાણી સાથે હાઈકોર્ટમાં સિનિયર એડવોકેટ હર્ષીત ટોળીયા રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૭ જુનના રોજ જામનગર જીલ્લાના પ્રવાસે
June 06, 2025 06:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech