જામનગર શહેર ના દિગ્વિજય પ્લોટ 60 ખાતે હિંગળાજ સેવા સમિતી દ્વારા છેલ્લા એક વર્ષ ની મહેનત બાદ આ વર્ષે ૧૦ ફેબ્રુઆરી એ માતાજી નીજ મંદિર માં વિધિવિધાન થી પગલાં માંડી બિરાજશે જેમાં તારીખ ૦૭ ફેબ્રુઆરી ના રોજ રાત્રી માતાજી નું જાગરણ માતાજી ની ચોકી નું આયોજન કરાયું છે.
જે બાદ તારીખ ૦૯ ફેબ્રુઆરી ના રોજસવારે ૭-૩૦ કલાકે થી સાંજે ૭-૩૦ કલાક સુધી દિપ પ્રાગટય, ગણેશ સ્થાપના, પુણયાહવાચનમાતૃકાસ્થાપન, નાન્દિ શ્રાધ્ધ, આચાર્ય-બ્રાહ્મણ પુજન, મંડપ પ્રવેશ, સ્થાપિતદેવતા આહવાહન પૂજા અગ્નિ સ્થાપન, પ્રાસાદ વાસ્તુ શાંતિ સ્નપનપ્રયોગ દુર્ગાશપ્તશતી પાઠ હોમ, શચ્યાધિવાસ/ ધાન્યાધિવાસ, સાંય પૂજા/આરતી કરી માતાજી ના આગમનના વધામણા કરી જલ યાત્રા નીકળશે જે બાદ ૧૦ ફેબ્રુઆરી ના દિને પ્રાતઃ પૂજન દેવતા પ્રબોધન પ્રધાનહોમ, ઉતરતંત્ર, શિખર કલશ પૂજન કરીબપોરે ૧૨-૧૫ કલાકે માતાજીની મૂર્તિ-પ્રાણ-પ્રતિષ્ઠા કરી મહા આરતી/ થાળ નો ભોગ ધરી સર્વ ધર્મપ્રેમી જનતા માટે મહાપ્રસાદ ખુલ્લો મુકવામાં આવશે.
જેમાં સર્વ ધર્મ પ્રેમી જનતા ને લાભ લેવા હિંગળાજ સેવા સમિતી દ્વારા ભાવભર્યુ આમંત્રણ છે. સમગ્ર આયોજન જામનગર ના ૬૦ દિગ્વીજય પ્લોટ નાનો પાણી નો ટાંકો ખાતે કરવામાં આવ્યું છે તેમ સમિતિ દ્વારા અખબાર યાદી માં જણાવાયુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application