રામ મંદિર સમારોહમાં હાજર રહેવા બદલ મુસ્લિમ ધર્મગુરૂ સામે ફતવો

  • January 30, 2024 12:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રામ મંદિર પ્રાણ પ્રતિા સમારોહમાં હાજરી આપવા બદલ મુસ્લિમ ધર્મગુ વિદ્ધ ફતવો બહાર પાડવામાં આવ્યો છે. આ ધાર્મિક નેતા ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના ચીફ ઈમામ ઓમર અહેમદ ઈલ્યાસી છે.ડો. ઇલ્યાસીએ ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિા સમારોહમાં ભાગ લીધો હતો.ઈમામે કહ્યું કે આ ફતવો રવિવારે જાહેર કરવામાં આવ્યો છે. તેમને રામમંદિર કાર્યક્રમમાં જવા બદલ ધમકાવવામાં આવી રહ્યા છે. આ ધમકીઓમાં જાનથી મારી નાખવાની વાત છે અને પરિવાર સામે આપત્તિજનક શબ્દોનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ડોકટર ઈમામ ઉમર અહમદ ઈલ્યાસીએ કહ્યું કે અયોધ્યાથી આપેલા સંદેશમાં મેં કહ્યું હતું કે આપણી પૂજા કરવાની રીત અલગ હોઈ શકે છે. આપણા ધર્મેા અલગ–અલગ હોઈ શકે, પરંતુ આપણે બધા ભારતમાં રહીએ છીએ અને આપણે બધા ભારતીય છીએ. ચાલો આપણે બધા ભારતને મજબૂત કરીએ અને દેશને મજબૂત કરીએ.મારો મેસેજ વાયરલ થતાં જ હવે મારી વિદ્ધ આ ફતવો બહાર પાડવામાં આવ્યો છે. ડો. ઇલ્યાસીએ જણાવ્યું કે, જોકે ૨૨ જાન્યુઆરીની સાંજથી મારા તમામ નંબર પર અલગ–અલગ જગ્યાએથી ધમકીઓ આવવા લાગી. મારી અને મારા પરિવાર સાથે દુવ્ર્યવહાર થયો છે. મને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે. ડો.ઇલ્યાસીએ આ બાબતે કહ્યું કે મુખ્ય ઇમામ હોવાના કારણે મને રામ મંદિર ટ્રસ્ટ તરફથી આમંત્રણ મળ્યું હતું. ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં તેણે કહ્યું કે તેણે બે દિવસ સુધી આ વિશે વિચાયુ કારણ કે તે તેના જીવનનો સૌથી મોટો નિર્ણય હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application