કેનેડામાં ભારતીય યુવાનની લાચારી...મકાન માલિકે વસ્તુ ઉપાડી કાઢ્યો ઘરની બહાર

  • October 05, 2024 05:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતમાંથી ઘણા લોકો સારા જીવનની શોધમાં કેનેડા જાય છે. કેટલાક લોકો ત્યાં સફળતા હાંસલ કરે છે, જ્યારે કેટલાક નિષ્ફળ પણ જાય છે, દરેકની પોતાની કહાની અને પોતાનું દર્દ હોય છે.સોશિયલ મીડિયા પર જોવા મળી રહેલા એક વીડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે કેનેડામાં એક ભારતીય ભાડૂતને માલિક તેના ઘરમાંથી બળજબરીથી બહાર કાઢી રહ્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ 15 સેકન્ડની ક્લિપમાં, ભાડૂત શર્ટ વિના લાચાર ઊભો છે, જ્યારે મકાનમાલિક તેની વસ્તુઓ ફેંકી રહ્યો છે. આ ઘટનાએ વિદેશી સમુદાયમાં મકાનમાલિક-ભાડૂત સંબંધો અંગે ચિંતા ઊભી કરી હતી.


આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X 'ઘર કે કલશ' પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં કેપ્શન છે - એક છોકરો અને તેના મકાનમાલિક વચ્ચે ઝઘડો થયો કારણ કે તે ઘર ખાલી કરી રહ્યો ન હતો. જેના કારણે મકાનમાલિકે જાતે જ તેની વસ્તુઓ કાઢવાનું શરૂ કર્યું હતું. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો કેનેડાના બ્રેમ્પટનનો છે. વીડિયોમાં, ભાડૂત વ્યથિત અને લાચાર દેખાય છે કારણ કે મકાનમાલિક તેની વસ્તુને ફેંકી રહ્યો છે.


આ વિડીયો જોઇને તેના પર ઘણા લોકોએ સવાલો ઉઠાવ્યા છે. કેટલાક લોકોએ એવું પણ અનુમાન કર્યું કે ભાડૂઆતે મકાન ખાલી કરવાની ના પાડી હશે, જેના કારણે મકાનમાલિકે મામલો પોતાના હાથમાં લીધો.



આ વાયરલ વીડિયો પર લોકોએ પ્રતિક્રિયા આપી હતી. લોકો કહી રહ્યા છે કે જો આવું ભારત દેશમાં થયું હોત તો કોઈની હિંમત ન થઈ હોત. વિદેશમાં દરેકની આ હાલત છે. કોઈએ કહ્યું, બીજા દેશમાં કેમ જાવ, તે પણ એવો દેશ જ્યાં તમારું સન્માન નથી. આપણો દેશ એ આપણો  ઓછામાં ઓછું દેશે રહેવાની જગ્યા આપી હોત.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application