ભારતી સિંહ અને એલ્વિશ યાદવ બાદ હવે રિયા ચક્રવર્તીને નોટિસ

  • October 05, 2024 05:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દિલ્હી પોલીસે બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તીને નોટિસ મોકલી છે. જાહેરખબરો દ્વારા લોકોને એપમાં રોકાણ કરવા માટે આમંત્રિત કરવા બદલ પોલીસ દ્વારા રિયા ચક્રવર્તીને  પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. આ નોટિસમાં દિલ્હી પોલીસે કહ્યું છે કે રિયા ચક્રવર્તીએ 9 ઓક્ટોબરે દ્વારકાના સાયબર સેલમાં પૂછપરછ માટે આવવું પડશે. આ કેસમાં અગાઉ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર એલ્વિશ યાદવ અને કોમેડિયન ભારતી સિંહનું નામ પણ સામે આવ્યું છે. દિલ્હી પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. હાઈબોક્સ એપ કૌભાંડના મામલામાં અત્યાર સુધીમાં અનેક નામો સામે આવ્યા છે. જેની દિલ્હી પોલીસ પૂછપરછ કરી રહી છે.


શું છે સમગ્ર મામલો

તાજેતરમાં જ હાઈબોક્સ નામની એપ અંગે પોલીસને 500થી વધુ ફરિયાદો મળી હતી. આ પછી જ્યારે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી તો તેમને જાણવા મળ્યું કે આ એપ દ્વારા 30 હજારથી વધુ લોકોને વધુ વળતરની લાલચ આપીને 500 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરવામાં આવી છે. આ પછી જ્યારે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી તો આ એપને પ્રમોટ કરનાર સેલિબ્રિટીઓનું પણ આ કૌભાંડ સાથે કનેક્શન હોવાની આશંકા છે. જેની પોલીસે તપાસ શરૂ કરી છે. અગાઉ દિલ્હી પોલીસે યુટ્યુબર એલ્વિશ યાદવ અને કોમેડિયન ભારતી સિંહ અને અન્ય ત્રણ સોશિયલ મીડિયા ઇન્ફુએન્સર સામે નોટીસ જારી કરી હતી. હવે આ લિસ્ટમાં રિયા ચક્રવર્તીનું નામ પણ સામે આવ્યું છે.


પોલીસે આ માહિતી આપી હતી

આ બાબતને લઈને, 3 ઓક્ટોબરના રોજ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ હેમંત તિવારીએ કહ્યું હતું કે 'Hibox એક મોબાઈલ એપ છે જેમાં છેતરપિંડી થાય છે.' ડીસીપીએ કહ્યું કે આ એપ દ્વારા, આરોપીઓએ દરરોજ એકથી પાંચ ટકાના વળતરની ખાતરી આપી હતી, જે એક મહિનામાં વધીને 30 થી 90 ટકા થઈ જશે. આ એપ ફેબ્રુઆરી 2024માં લોન્ચ કરવામાં આવી હતી. એપ દ્વારા 30,000 થી વધુ લોકોએ નાણાંનું રોકાણ કર્યું હતું. શરૂઆતના પાંચ મહિનામાં રોકાણકારોને ઊંચું વળતર મળ્યું હતું. જો કે, જુલાઈથી એપ્લિકેશને તકનીકી ખામીઓ, કાયદાકીય સમસ્યાઓ અને GST સમસ્યાઓને ટાંકીને ચૂકવણી બંધ કરી દીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application