ભાગતા ભાગતા ખાધું ફાસ્ટ ફૂડ! વ્યક્તિ 24 કલાકમાં 150 રેસ્ટોરન્ટમાં પહોંચ્યો, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

  • August 19, 2024 02:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજકાલ મોટાભાગના લોકો ફાસ્ટ ફૂડના શોખીન છે. બાળકોથી લઈને પુખ્ત વયના લોકો ફાસ્ટ ફૂડ પસંદ કરે છે. પરંતુ સામાન્ય રીતે લોકો અઠવાડિયામાં એક કે બે વાર રેસ્ટોરન્ટમાં જાય છે અને ત્યાં નૂડલ્સ અને બર્ગર જેવા ફાસ્ટ ફૂડનો આનંદ માણે છે. પણ એક નાઈજીરિયન માણસે હદ વટાવી દીધી! તેણે માત્ર એક જ દિવસમાં 150 ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટ્સ (મોટાભાગની ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટ્સ 24 કલાકમાં મુલાકાત લીધી) માં પહોંચી ગયો હતો અને ત્યાં ફાસ્ટ ફૂડ ખાધું હતું. ભાગતા ભાગતા ફાસ્ટ ફૂડ ખાઈને તેણે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે!


ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર 22 વર્ષીય કન્ટેન્ટ ક્રિએટર અને ફૂડ કન્સલ્ટન્ટ મુનાચિમસો બ્રાયન ન્વાનાએ 24 કલાકમાં સૌથી વધુ ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટ્સની મુલાકાત લઈને એક અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા આ રેકોર્ડ અમેરિકન યુટ્યુબર એરેકના નામે હતો જેણે 24 કલાકમાં 100 રેસ્ટોરન્ટની મુલાકાત લીધી હતી. તે પહેલા આ રેકોર્ડ TikTok સ્ટાર્સ નિક ડીજીઓવાન્ની અને સ્વર્ગસ્થ લિન ડેવિસ દ્વારા બનાવવામાં આવ્યો હતો. તે બંને વિશ્વ વિક્રમો ન્યુયોર્ક સિટીમાં બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.


પરંતુ બ્રાયનએ નાઈજીરીયાની રાજધાની અબુજામાં આ રેકોર્ડ બનાવ્યો છે. તેણે કહ્યું કે ન્યૂયોર્કમાં ઘણી બધી રેસ્ટોરાં અને ઘણી બધી પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની સુવિધા છે, તેથી અબુજામાં આ રેકોર્ડ હાંસલ કરવો વધુ મુશ્કેલ હતો. કારણકે ત્યાં એટલી બધી સુવિધાઓ નહોતી. આ રેકોર્ડ બનાવવા માટે કોઈપણ પ્રકારના પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરી શકાતો નથી. અબુજામાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ સારી નથી, તેથી બ્રાયનએ પગપાળા આ ચેલેન્જને પાર કરી શક્યો.


સાંજે 5 વાગ્યે ચેલેન્જ શરૂ કર્યો


 તેણે 25 કિલોમીટર પગપાળા મુસાફરી કરી હતી. તેણે ગુવારિનપાના રહેણાંક વિસ્તારમાં ચિકન રિપબ્લિકથી તેની યાત્રા શરૂ કરી હતી. ત્યાંથી તે શહેરની મધ્યમાં આવેલી ફાસ્ટ ફૂડ ચેઈન કિલીમંજારો ગયો, જ્યાં તેણે તેની યાત્રા પૂરી કરી હતી. તેમણે સાંજે 5 વાગ્યે યાત્રા શરૂ કરી અને બીજા દિવસે સાંજે 5 વાગ્યે પૂરી કરી. દરમિયાન તેણે રાત્રે 12 વાગ્યાથી સવારે 9 વાગ્યા સુધી વિરામ લીધો હતો. આ રેકોર્ડ માટેની શરતોમાંની એક એવી હતી કે દરેક રેસ્ટોરન્ટમાંથી ઓછામાં ઓછું 1 ફૂડ અથવા 1 પીણું ખરીદવું જોઈએ અને તમામ ઓર્ડરના 75 ટકા ફૂડ ખાધું હોવું જોઈએ. બ્રાયન કહે છે કે અંતે તેણે એટલું ખાધું હતું કે તે એક અઠવાડિયા સુધી ભૂખ્યો રહી શક્યો હોત. તેણે દરેક રેસ્ટોરન્ટમાંથી કંઈક ખાધું, કેટલીક જગ્યાએ તેણે થોડુક જ ચાખ્યું. બાકીનો ખોરાક તેમની ટીમ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો અને સામાન્ય લોકોમાં વહેંચવામાં આવ્યો હતો. તેનું કહેવું છે કે તેણે આ ચેલેન્જ અબુજાની રેસ્ટોરન્ટ અને નાઈજીરિયાના ભોજનને પ્રમોટ કરવા માટે કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application