ખર્ચમાં વધારાને લીધે ખેડૂતોની આવકમાં થઈ રહ્યો છે ઘટાડો: મધુરા સ્વામિનાથન

  • July 17, 2024 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ, બેંગ્લોરના પ્રોફેસર મધુરા સ્વામીનાથને જણાવ્યું હતું કે ભારતમાં કૃષિ આવક સતત ઘટી રહી છે, જેના કારણે ભાગ્યે જ ગ્રામીણ પરિવારો પૂરતી આવક મળે છે. કૃષિ અર્થતંત્ર: ધારણા વિરુદ્ધ વાસ્તવિકતા વિષય પર દુગર્બિાઈ દેશમુખ સ્મારક ખાતે વ્યાખ્યાન આપતાં સ્વામીનાથને જણાવ્યું હતું કે, 69 ટકા વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે અને તેમાંથી 90 ટકા ગ્રામીણ પરિવારો કૃષિ સાથે સંકળાયેલા છે, જેના પગલે ભારત કૃષિ અર્થતંત્ર હોવા છતાં, આવકમાં તેમનો હિસ્સો અને અર્થતંત્રમાં કૃષિનું યોગદાન બંને ઘટી રહ્યાં છે. સ્વામિનાથને જણાવ્યું કર્યું કે આઝાદી પછી પ્રથમ વખત, 2012-13માં ખેડૂતોની સ્થિતિ આકારણી સર્વેક્ષણ મુજબ, ખેડૂતોની સરેરાશ માસિક આવક 6 વર્ષના ગાળામાં છ6,000 થી વધીને છ10,000 થઈ છે, જે 56 % નજીવી વૃદ્ધિ દશર્વિે છે. પરંતુ વાસ્તવિક દ્રષ્ટિએ વધારો માત્ર 18 % છે. 2012-13 અને 2018-19 વચ્ચે એક હેક્ટરથી ઓછી જમીન ધરાવતા સીમાંત ખેડૂતોની વાસ્તવિક આવકમાં ઘટાડો થયો છે. તેમણે જણાવ્યું હતું કે, પાક ઉત્પાદન અને સંલગ્ન ક્ષેત્રોની આવકમાં ઘટાડો થયો છે. સત્તાવાર આંકડાઓ અનુસાર પણ, સરેરાશ આવક ઓછી છે. સ્વામીનાથને કૃષિ ક્ષેત્રનો સામનો કરી રહેલા નોંધપાત્ર નફાની કટોકટી પર પણ ભાર મૂક્યો હતો, જ્યાં ઉત્પાદન ખર્ચ અને કૃષિ ઉત્પાદન મૂલ્યનો ગુણોત્તર સતત ઘટી રહ્યો છે, પરિણામે મોટાભાગના ખેડૂતોને ન્યૂનતમ નફો મળે છે.12 રાજ્યોના 21 ગામોનો અભ્યાસ કરનાર ફાઉન્ડેશન ફોર એગ્રેરિયન સ્ટડીઝ દ્વારા હાથ ધરાયેલા સર્વેક્ષણને ટાંકીને સ્વામીનાથને કહ્યું કે, તે રાજસ્થાનનું ગામ હોય કે ત્રિપુરા, ખેડૂતોનો મોટો વર્ગ વિવિધ પરિબળોને કારણે વધુ ખર્ચમો સામનો કરી રહ્યો છે. સિંચાઈવાળા ગામોની સરખામણીમાં વરસાદ આધારિત ગામડાઓમાં આ સમસ્યા ખાસ કરીને ગંભીર છે. સ્વામીનાથને ધ્યાન દોર્યું કે નાના ખેડૂતો, જેમની પાસે પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે સંસાધનોનો અભાવ છે, તેઓ આપત્તિના વર્ષોમાં ગંભીર નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરે છે, જેમાં મોટા ભાગના ખેડૂતોને નુકસાન થાય છે. તેમણે એમ પણ કહ્યું કે દલિત પરિવારો સૌથી વધુ પીડાય છે.
સ્વામીનાથને જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ધોરણોની સરખામણીમાં ભારતીય કૃષિને ભારે સબસિડી આપવામાં આવતી નથી. 2017 માં, ઈયુએ કૃષિ સબસિડી પર 74 બિલિયન ડોલર ખચ્યર્િ અને યુએસએ માત્ર 20 લાખ ખેડૂતો માટે 118 બિલિયન ડોલર ખચ્યર્.િ તેનાથી વિપરિત, 2018માં ભારતની કૃષિ સબસિડી 57 બિલિયન ડોલર હતી, જે ઘણી મોટી સંખ્યામાં ખેડૂતોને સેવા આપી રહી હતી. તેમણે કહ્યું કે ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (ઓઈસીડી)ના અહેવાલો પણ દશર્વિે છે કે છેલ્લા બે દાયકામાં ભારતમાં ઉત્પાદકોને મળતો ચોખ્ખો સપોર્ટ નકારાત્મક રહ્યો છે, જે દશર્વિે છે કે કૃષિ નીતિઓથી ખેડૂતોને વધુ ફાયદો થાય છે.
કૃષિમાં મહિલાઓના યોગદાનની અછતની ઓળખ પર પ્રકાશ પાડતા, સ્વામીનાથને કહ્યું કે ઉચ્ચ સ્તરની ભાગીદારી હોવા છતાં, કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો, જેમ કે પશુપાલન,માં મહિલાઓના શ્રમને ઘણીવાર ઓછો આંકવામાં આવે છે. તેમના મતે, એક સામાન્ય અનુસૂચિત જાતિના પરિવારો દશર્વિે છે કે સ્ત્રી અને પુરૂષ બંને શ્રમ બજારમાં જોડાવા માટે સમાન રીતે ઈચ્છુક છે, તેમ છતાં સત્તાવાર શ્રમ દળના સર્વેક્ષણોમાં મહિલાઓનું કાર્ય પયર્પ્તિ રીતે નોંધાયેલ નથી.
પ્રોફેસરે ભારતીય વસ્તી માટે સંતુલિત આહાર પ્રાપ્ત કરવા માટે જરૂરી વૈવિધ્યસભર ફૂડ બકેટને ટેકો આપવા માટે સબસિડી વધારવાની હિમાયત કરી હતી. તેમણે કહ્યું, હરિયાળી ક્રાંતિએ ઘઉં અને ચોખામાં આત્મનિર્ભરતા લાવી, પરંતુ વર્તમાન ધ્યાન પાક ઉત્પાદનમાં વૈવિધ્ય લાવવા અને નવી વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપ્નાવવા તરફ વળવાની જરૂર છે. સ્વામીનાથને લઘુત્તમ ટેકાના ભાવને સ્ટેચ્યૂટરી બેઝ પ્રાઇસ બનાવવા અને કૃષિ સંકટને પહોંચી વળવા ઉપરાંત સરકારી ખર્ચમાં વધારો કરવાની હાકલ કરી હતી અને ખેડૂતોને વધુ સારી રીતે ટેકો આપતા અને કૃષિમાં મહિલાઓના કાર્યના સંપૂર્ણ અવકાશને ઓળખી શકે તેવા સુધારાની હિમાયત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application