BREAKING NEWS

ખેડૂતોની બેન્ક એટલે રાજકોટ જિલ્લા બેન્કે, આ વર્ષે રૂ.૨૮૫ કરોડનો નફો કર્યો

  • April 03, 2026 10:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખેડૂતોની બેન્ક એટલે રાજકોટ જિલ્લા બેન્કે, આ વર્ષે રૂ.૨૮૫ કરોડનો નફો કર્યો

રાજકોટ જિલ્લા સહકારી બેંકે ચેરમેન જયેશ રાદડિયા, ડિરેકટરો અને કર્મચારીઓની સુજબુઝના કારણે અવિરત વિકાસકુચ જારી રાખી છે અને ચાલુ વર્ષે ડિસ્ટ્રિકટ બેંકે રૂા.૨૮૫ કરોડનો સીમાચિન્હરૂપ નફો કરેલ છે. બેંકનો બીઝનેસ પણ વધીને રૂા.૧૮,૩૬૨ કરોડે પહોંચતા સહકારી ક્ષેત્રમાંથી રાજકોટ જિલ્લ ા બેંક ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે.
સ્વ.વલ્લ ભભાઈ પટેલે રાજકોટ જિલ્લા બેંકની સ્થાપના કરી ખેડુતોના હિત માટે વટવૃક્ષ બનાવી દેતા રાજયભરમાં બેંકની કામગીરીની નોંધ લેવાઈ રહી છે. છેલ્લા ૩૨ વર્ષથી ગુજરાતભરમાં વસુલાતક્ષેત્રે પ્રથમ સ્થાન જાળવી રાખેલ છે. 
બેંકના ચેરમેન જયેશ રાદડિયા અને જનરલ મેનેજર વી.એમ. સખીયાએ જણાવ્યું હતું કે, રાજકોટ ડિસ્ટ્રિકટ કોઓપરેટિવ બેંકે પ્રગતિની હરણફાળ યથાવત રાખી છે. જેમાં બેન્કે વર્ષ ૨૦૨૫-૨૬માં રાજકોટ જિલ્લ ા બેંકનો રૂા.૨૮૫ કરોડ નફો રૂા.૧૮,૩૬૨ કરોડનો બિઝનેશ, રૂા. ૧૧,૧૪૯ કરોડની તોતીંગ ડિપોઝીટ, વસુલાત ૯૯.ર૯ ટકા અને ઝીરો એન.પી.એ., ૩૨ વર્ષથી વસુલાતમાં રાજયભરમાં નંબરવન બેન્ક બની છે.
રાજકોટ જિલ્લા બેંકનું એન.પી.એ. ઝીરો ટકા રહયું છે. અને બેંકની વસુલાત પણ ૯૯૨૯% રહી છે. બેંકની ર૦૧ શાખાઓ સી.બી.એસ.નેટવર્કથી જોડાયેલ છે. મુખ્ય કચેરીમાં બપોરે ૨-વાગ્યાથી રાત્રીના ૯-વાગ્યા સુધી દાગીના ધિરાણની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બેન્માં ૩૬૫ દિવસના ૨૪ કલાક લોકર ઓપરેટિંગની સુવિધા ઉપલબ્ધ છે.
બેંક તરફથી મંડળી સાથે જોડાયેલ ખેડુત સભ્યોને બેંક તરફથી રૂા.૧૫ લાખનો વિમો આપવામાં આવે છે. સાથો સાથે ખેડુત સભાસદો માટે રૂા.૨૫૦૦૦ સુધીની વિઠલભાઈ રાદડિયા મેડીકલ સહાય યોજના પણ ચાલી રહી છે. નાબાર્ડ દ્વારા રાજકોટ ડિસ્ટ્રિકટ બેંકને સમગ્ર દેશમાં સારા વહીવટ માટે પાયોનિયર બેંક તરીકે ડિકલેર કરવામાં આવેલ છે.
આ બેંકને સર્વાગી શ્રેષ્ઠ  કામગીરી માટે નાફસ્કોબ તરફથી ચાર વખત ભારતમાં પ્રથમ નંબરનો એવોર્ડ તથા ગૃહ અને સહકારિકા મંત્રી અમિતભાઈ શાહના હસ્તે દશાબ્દી એવોર્ડ પણ પ્રાપ્ત થયેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News