શહેરના કાલાવાડ રોડ ઉપર આવેલ વોકહાર્ટ હોસ્પિટલ ફરી વધુ એક વખત વિવાદમાં આવી છે. ઉપલેટાની દર્દી યુવતીના પરિવારજનોએ હોસ્પિટલના તબીબ તથા સંચાલન પર એવો આક્ષેપ કર્યેા છે કે, અમારી પુત્રીનું મણકાની ગાદીનું ઓપરેશન કર્યા વિના જ હોસ્પિટલ દ્રારા નાણા પડાવી લેવાયા છે. સમગ્ર વિવાદમાં સત્ય શું છે તે પણ તપાસની બાબત કહી શકાય.
ઉપલેટાના સિલ્વર એવન્યુ સોસાયટીમાં રહેતી કિરણબેન લમણભાઈ ગંભીર ઉ.વ.૨૬ નામની યુવતીના પરિવારજનો, સગા–સ્નેહીઓ આજે વોકહાર્ટ હોસ્પિટલ ખાતે ઉમટી પડયા હતા અને એવા આક્ષેપો કરાયા હતા કે, કિરણબેનનું મણકાની ગાદીનું ઓપરેશન કરાવવા માટે ૬ માસ પહેલા વોકહાર્ટ હોસ્પિટલમાં લવાયા હતા. ૮૫ હજાર રૂપિયા ફી ઉપરાંત અન્ય ખર્ચ મળી એકાદ લાખ રૂપિયા જેવું બીલ હોસ્પિટલ દ્રારા વસુલવામાં આવ્યું હતું. કમ્મરમા દુખાવો હોવાથી ઓપરેશન કરાવાયું હતું. સારૂ થવાને બદલે ઉલટાની ઉપાધિ વધી હતી અને દર્દ વધવા લાગતા ફરી હોસ્પિટલનો સંપર્ક કરાયો ્રઅને હોસ્પિટલ દ્રારા દવાઓ ફેરબદલ કરી સારૂ થઈ જશે તેવી વાતો કરાતી હતી. તબિયત બગડી હોવાથી અન્ય તબીબોનો સંપર્ક સાધવામાં આવ્યો હતો.
ઓપરેશનના કાગળો તેમજ દર્દીને તપાસ્યા બાદ તબીબોએ એવો અભિપ્રાય આપ્યો હતો કે, ઓપરેશન થયું નથી અથવા તો મણકાની ગાદીનો અડધો ભાગનું ઓપરેશન થયું નથી. રાજકોટમાં ત્રણ ડોકટરના અભિપ્રાય બાદ અમદાવાદમાં પણ ખાનગી હોસ્પિટલમાં યુવતીને લઈ જઈને સારવાર કરાવાઈ હતી ત્યાં પણ તબીબોએ રિવિઝન ઓપરેશન કરાવવું પડશે તેવો અભિપ્રાય આપ્યો હતો. કમ્મરના ભાગે માત્ર ચેકો મારીને ટાંકા લઈને વોકહાર્ટ હોસ્પિટલ દ્રારા એક લાખ રૂપિયા જેવા નાણા પડાવી લીધાનો આક્ષેપ કરાયો છે.
આજે યુવતીના પરિવારજનો અલગ અલગ તબીબોએ આપેલા રિપોર્ટ અને યુવતીને તબિયત વધુ ખરાબ થઈ હોવાથી વોકહાર્ટ હોસ્પિટલ પર ધસી આવ્યા હતા ત્યાં આક્રોશ સાથે રજૂઆત કરાઈ હતી. યુવતીને મોટા બહેન શાંતિબેનેે વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે રાજકોટમાં ત્રણ અને અમદાવાદમાં એક હોસ્પિટલમાં બતાવ્યું તમામે ઓપરેશન અધુરૂ થયું અથવા તો માત્ર કાપો લગાવી દીધો હોવાની વાત કરી હતી. આ બાબતે વોકહાર્ટ હોસ્પિટલમાં જવાબદારોએ અમને નાણા પરત આપી દેવા તેમજ બીજે જયાં ઓપરેશન કરાવવું હોય ત્યાં ઓપરેશન કરાવી આપશે તેવી વાતથી આ હોસ્પિટલની બેદરકારી હોય તેવું સ્પષ્ટ્ર દેખાઈ રહ્યું છે. સમગ્ર મામલે યુવતીના ઓપરેશનને લઈને હોસ્પિટલમાં ભારે હોબાળો મચ્યો હતો. એક તબક્કે પોલીસ બોલાવી પડે તેવી સ્થિતિ ઉદભવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં રોગચાળો બેકાબૂ: વકીલની ૬ વર્ષની બાળકીનું ઝાડ–ઊલટીથી મોત
November 23, 2024 02:35 PMમનપાના મહિલા સિનિયર કલાર્ક સાથે રૂા.૫.૨૦ લાખની છેતરપિંડી
November 23, 2024 02:33 PMલફરાબાજ: બીજી યુવતીને ઘરે લાવી પ્રેમિકાને કાઢી મુકી, હવે પરત આવી જવા ધમકી આપી
November 23, 2024 02:32 PMરાજકોટમાં કરોડોની ક્રાઈમ બ્રાંચમાં સીસીટીવી કેમેરા જ નથી !
November 23, 2024 02:30 PMમહારાષ્ટ્રમાં જોરદાર જીત બાદ મુંબઈના બીજેપી કાર્યાલયમાં લગાવાયું 'એક હૈં તો સેફ હૈ'નું પોસ્ટર
November 23, 2024 02:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech