ગુજરાતમાં નકલીની ભરમાર: હવે ભરૂચમાંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી

  • November 07, 2024 10:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં અત્યારે નકલીની ભરમાર જામી છે. વિવિધ જગ્યાએથી નકલી અધિકારીઓ ઝડપાઈ રહ્યાં છે. ભરૂચમાંથી પણ આવા એક નકલી અધિકારીની ધરપકડ કરી લેવામાં આવી છે. ભરૂચમાં છેલ્લા ઘણા સમયથી ફોરવીલ ગાડીમાં પોલીસની નેમ પ્લેટ અને પોકેટમાં ક્રાઈમ બ્રાન્ચનું આઈકાર્ડ લઈને ફરનાર આખરે અસલી પોલીસના સકંજામાં આવી ગયો છે. આરોપીએ અનેક લોકો સાથે આઈકાર્ડ બતાવી છેતરપિંડી કરી હોવાનું પણ સામે આવ્યું છે. આખરે નકલી ક્રાઈમ બ્રાન્ચના અધિકારીનો ભાંડો હોસ્ટેલ ગ્રાઉન્ડના ફટાકડા સ્ટોલ ઉપર ફૂટી ગયો અને પોલીસે ધરપકડ કરી લીધી છે.


પોલીસે આ નકલી અધિકારીની ધરપકડ કરી લીધી
ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર ફટાકડા બજાર દિવાળી ટાણે ઉભા થતા હોય છે અને તે અંગેની મંજૂરી ભરુચ પ્રાંત અધિકારી તરફથી આપવામાં આવતી હોય છે. અહીં હોસ્ટેલ ગ્રાઉન્ડના એક ફટાકડાના સ્ટોલ ઉપર છેલ્લા બે દિવસથી ફોરવિલ ગાડીમાં પોલીસના નામની નેમ પ્લેટ સાથે એક ગઠિયો કમલ નટવરલાલ પારેખ તરીકે આવતો પરંતુ જ્યારે પણ ફટાકડા લેતો અને પૈસા ઓછા આપતો અને હંમેશા લાઇસન્સની માંગણી અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીનું આઈકાર્ડ બતાવતો હતો. જેથી વેપારી ડરી ગયો અને ફટાકડા આપી દીધી હતાં.


ફટાકડાના વેપારીએ ક્રાઈમ બ્રાન્ચનો અધિકારી હોવાનું માની તેને જવા દીધો હતો. પરંતુ ખરેખર ક્રાઈમ બ્રાન્ચનો અધિકારી છે તે દિશામાં તપાસ કરવામાં આવતા નકલી અધિકારીએ કરેલા ગુગલ પે ઉપરથી તેનો ફોટો સોશિયલ મીડિયાના એપ ઉપર શોધવામાં આવતા તેની ઓળખ થઈ હતી. તપાસ દરમિયાન તે કોઈ પણ અધિકારી ના હોવાનું જાણવા મળ્યું હતું. એટલું જ નહીં પરંતુ ભરૂચમાં ફોરવીલ ગાડીના શોરૂમમાં સેલ્સમેન તરીકે નોકરી કરતો હોવાનું સામે આવ્યું હતું. ઘણા લોકો સાથે અધિકારી તરીકે છેતરપિંડી પણ કરી હોવાનું સામે આવતા આખરે ફટાકડાના વેપારીએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે આપી હતી.


નકલી ક્રાઈમ બ્રાન્ચનો ભાંડો કેવી રીતે ફૂટ્યો?
ક્રાઈમ બ્રાન્ચનો અધિકારી જે નકલી બન્યો છે તેના આઈકાર્ડ મુજબ તે પ્રથમ દૃષ્ટિએ તો અધિકારી માનવામાં આવે પરંતુ તેનું જે કાર્ડ હતું તેને તપાસવામાં આવતા તેમાં પોલીસ સીબીઆઇ વિઝિલિયન્સ તથા CID નો ઉલ્લેખ હતો અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું હોય જેથી 2018 માં આ નામનું ટ્રસ્ટ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિટેક્ટિવ તરીકે રજીસ્ટ્રેશન હોઈ શકે પરંતું પોતે ક્રાઈમ બ્રાન્ચની ઓળખ આપવા સાથે કશકમાં ઓફિસ હોવાનું કહ્યું હોવાના કારણે આખરે નકલીનું અસલી સ્વરૂપ સામે આવી ગયું હતુ. અત્યારે પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી દીધી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application