રાયભરમાં બોગસ તબીબોને ઝડપી લેવા માટે ડ્રાઇવ ચાલી રહી છે. ત્યારે રાજકોટમાં વધુ એક ડિગ્રી વગરનો ડોકટર ઝડપાયો છે. શહેરની ભાગોળે ત્રંબા ગામમાં ડિગ્રી વગર કિલનિક ચલાવી જન આરોગ્ય સાથે ચેડા કરનાર શખસને આજીડેમ પોલીસે ઝડપી લીધો હતો. કોઠારીયા કોલોની વિસ્તારમાં રહેતો મૂળ મહીકા ગામનો આ શખસ અગાઉ કમ્પાઉન્ડરી કરતો હોય તેના અનુભવના આધારે છેલ્લા એક વર્ષથી અહીં પોતાનું કિલનિક શ કરી દીધું હતું. આ શખસે સ્નાતક સુધીનો અભ્યાસ કર્યેા હોવાનું જાણવા મળ્યું છે.
આજીડેમ પોલીસ મથકના પીઆઇ એ.બી.જાડેજાની રાહબરી હેઠળ પીએસઆઇ જે.જી.રાણા તથા તેમની ટીમ તપાસમાં હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે ભાવનગર રોડ પર આવેલા ત્રંબા ગામમાં મેઇન બજાર પાસે રામજી મંદિર નજીક એક શખસ ડિગ્રી વગર કિલનિક ચલાવી લોકોના ઈલાજ કરતો હોવાની માહિતી મળતા પોલીસની ટીમે અહીં દરોડો પાડો હતો.
અહીં ત્રંબા ગામમાં કિલનિક ચલાવનાર અને પોતાને ડોકટર તરીકે ઓળખાવનાર આ શખસની પોલીસે પુછતાછ કરતાં તેણે પોતાનું નામ જીગર વલ્લભભાઈ મોલિયા (ઉ.વ ૪૧ રહે. કોઠારીયા કોલોની કવાર્ટર નંબર ૫૧૮, સોરઠીયાવાડી સર્કલ પાસે, રાજકોટ મૂળ, મહીકા) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસેથી મેડિકલ પ્રેકિટસ અંગેનું ડિગ્રી કે સર્ટિફિકેટ માંગતા આવી કોઈ ડીગ્રી તેની પાસે ન હોવાનું જણાવતા પોલીસે અહીંથી મેડિકલ પ્રેકટીસને લગતા સાધનો સહિત . ૧૨,૬૨૦ નો મુદ્દામાલ કબજે કરી આજીડેમ પોલીસ મથકના કોન્સ્ટેબલ દેવાભાઈ ધરજીયાની ફરિયાદ પરથી આ શખસ સામે મેડિકલ પ્રેકિટસનર એકટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, ડિગ્રી વગર પ્રેકિટસ કરતા ઝડપાયેલ જીગર મોલીયા અગાઉ એક હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો જેનો અનુભવ લીધા બાદ છેલ્લા એક વર્ષથી તેણે અહીં પોતાનું ખુદનું કિલનિક શ કરી દીધું હતું. આરોપીએ ગ્રેયુએશન કયુ હોવાનું જાણવા મળ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech