રાણી ટાવર પાસે રહેતા તબીબના માતા એવા વૃધ્ધાના ઘુંટણમાં તકલીફ હોય રસી કાઢવી પડશે કહી બોગસ તબીબ ડો.જરીવાલાએ ઘુંટણમાંથી ૮૦ રસીના ૮૦ ટીપા કાઢી .૬ લાખ લઇ લીધા હતાં.થોડા દિવસોમાં વૃધ્ધાના ઘુંટણમાં ફરી દુ:ખાવો થતા ફોન કરતા આ ડોકટરનો ફોન સ્વીચ ઓફ આવતો હતો અને આવા કોઇ તબીબી મુંબઇમાં ન હોવાનું માલુમ પડતા ૩ શખસો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
શહેરના કાલાવડ રોડ પર રાણી ટાવર પાછળ આર.કે.પાર્કમાં રહેતા આઇ.ટી.સોફટવેરની ઓફિસ ધરાવનાર સવજીભાઇ હરીભાઇ પટેલ(ઉ.વ ૭૦) નામના વૃધ્ધે તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મહેશ્ર્વરી, સંજય અગ્રવાલ અને ડો.જરીવાલાના નામ આપ્યા છે.
વૃધ્ધે ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઇ તા.૨૧૧૧૨૦૨૪ ના સવારના તેઓ તથા તેમના પત્ની ગૌરીબેન અને ડ્રાઇવર ડ્રાઈવર દીપકભાઈ ચૌહાણ કાર લઈને રાજકોટથી વાપી જતા હતા ત્યારે બપોરના દોઢેક વાગ્યા આસપાસ જમવા માટે વડોદરાથી આગળ ગિરનાર હોટેલમાં રોકાયેલ હતા અને જમીને આ હોટેલમાંથી બહાર નિકળતા હતા ત્યારે ફરિયાદીના પત્નિ ગૌરીબેનને ઘુંટણમાં છેલ્લા ત્રણેક વર્ષથી દુ:ખાવો થતો હોવાથી તેમને ચાલવામાં થોડી તકલીફ પડતી હોય જે જોઈને ત્યાં હોટેલ પર એક અજાણ્યો વ્યકિત ફરિયાદી પાસે આવ્યો હતો અને કહેવા લાગેલ કે સાહેબ બેનને ચાલવામાં તકલિફ છે? જેથી ફરિયાદીએ કહેલ કે હા બે–ત્રણ વર્ષથી પગમાં દુ:ખાવો થાય છે અને ચાલવામાં તકલીફ પડે છે. આમ વાત કરેલ જેથી આ સામાવાળા વ્યકિતએ પોતાનુ નામ મહેશ્વરી હોવાનું કહ્યું હતુ અને બાદમાં તેણે જણાવેલ કે, મુંબઈ ખાતે ડો. જરીવાલા સાહેબ છે જે આવા પગના દુ:ખાવાનો ઉપચાર કરી આપે છે અને અમોએ પણ અમારા બહેન તથા મારી માતાનો આ જરીવાલા સાહેબ પાસે ઉપચાર કરાવેલ હતો અને તેઓને સો ટકા સા થઈ ગયેલ હતુ. તેમ જણાવેલ અને ત્યારબાદ આ ડો. જરીવાલાનુ વિઝીટીંગ કાર્ડ ડ્રાઈવર દીપકભાઈ ચૌહાણના મો.નંબરમાં વ્હોટસએપમા મોકલી આપેલ હતુ.
ત્યારબાદ ફરિયાદી વાપી જતા રહ્યા હતાં. ગત તા. ૨૭૧૧૨૦૨૪ ના રોજ સવારે સાતેક વાગ્યના અરસામાં વાપીથી રાજકોટ જવા માટે નીકળેલ ત્યારે અગીયારેક વાગ્યાના અરસામાં ભચથી વડોદરા વચ્ચે આવેલ શિવકૃપા હોટેલ ખાતે નાસ્તો કરવા માટે રોકાયેલ હતા અને નાસ્તો કરી હોટેલની બહાર નીકળતા હતા ત્યારે મારા પત્નીને ચાલવાની તકલીફ થતી હોય અને તે જોઈને એક અજાણ્યો વ્યકિત ફરિયાદી પાસે આવેલ અને કહેવા લાગેલ બેનને ઘુંટણની તકલીફ છે? – જેથી હા પાડેલ તો આ સામાવાળા વ્યકિતએ પોતાનુ નામ સંજયભાઈ અગ્રવાલ મો. ન.ં ૮૩૬૯૦૪૧૨૭૫ વાળા હોવાનું બનાવેલ હતુ અને બાદમાં તેઓએ જણાવેલ કે મુંબઇ ખાતે ડો. જરીવાલા સાહેબ છે જે આવા પગના દુ:ખાવાનો ઉપચાર કરી આપે છે અને કહેલ કે અમારા સંબંધીમાંથી પણ બે–ત્રણ લોકોએ સારવાર કરાવેલ છે અને તેઓને પણ સો ટકા સા થઈ ગયેલ છે તેમ કહી અમોને આ ડો. જરીવાલાનો મો.નં–૯૮૬૦૦ ૩૧૩૦૩ આપ્યો હતો.ત્યારબાદ ફરિયાદીની દીકરી જયશ્રીબેન જે હોમિયોપેથી ડોકટર હોય અને રાજકોટમાં સાધુ વાસવાણી રોડ કિલિનિક ચલાવતા હોય તેઓ પણ સાથે હોય જેથી તેઓએ તેમના મોબાઇલ પરથી આ ડો. જરીવાલા સાથે રસ્તામાં ફોન પર વાતચીત કરેલ અને બાદમાં પરિવાર રાજકોટ આવી ગયો હતો.
ગત તા. ૩૦૧૧૨૦૨૪ ના રોજ આ ડો. જરીવાલાનો ફરિયાદીના દીકરી જયશ્રીબેન મોબાઇલ ફોન ઉપર ફોન આવેલ અને જણાવેલ કે, તમારા માતાના ઘુંટણના દુ:ખાવાનો ઇલાજ કરવા માટે આવતીકાલે આવીશ અને ફરિયાદીની દીકરીએ અમારા ઘરનું સરનામું આપેલ અને ત્યાર બાદ બીજા દીવસે તા.૦૧૧૨૨૦૨૪ ના રોજ બપોરના સવજીભાઇ તથા તેમના પત્ની તથા મારા દિકરી જયશ્રીબેન આમ બધા ઘરે હાજર હતા ત્યારે આ ડો. જરીવાલા ઘરે આવ્યા હતા અને તેઓએ વાત કરેલ કે હત્પં ડો. જરીવાલા છું અને અહીં દર્દી કોણ છે? જેથી ગૌરીબેને તેઓને થતા ઘુંટણના દુ:ખાવા બાબતે વાત કરેલ જેથી તેણે ઘુંટણ તપાસી અને કહેલ કે, ઘુંટણમાં રસી થઇ ગયેલ છે જે રસી બહાર કાઢવી પડશે જેમાં રસીનું એક ટીપુ કાઢવાના .૮,૦૦૦ થશે. સવજીભાએ પુછેલ કે અંદાજે કેટલા ટીપા નીકળશે તો આ ડો. જરીવાલાએ જણાવેલ કે અંદાજીત પંદરથી વીસ ટીપા જેવુ નીકળશે.બાદમાં તેઓને રસીના ટીપા કાઢવાની હા પાડેલ અને બાદમાં આ ડો.જરીવાલાએ ઇ ન્જેકશન તથા એક પાઈપ વડે એક પછી એક કરી એક કલાકમા અંદાજે ૮૦ જેટલા રસીના ટીપા કાઢેલ હતા અને તેઓએ કહેલ કે ૮૦ ટીપાના .૮,૦૦૦ લેખે કુલ . ૬,૪૦,૦૦૦ થશે તેમ વાત કરેલ અને ત્યારબાદ તેને થોડુ વ્યાજબી કરી આપવાનું કહેતા તેણે કહેલ કે તો સા .૬ લાખ આપી દેજો. જેથી ફરિયાદીએ ત્યારે જ રોકડા .૨ લાખ આપ્યા હતા અને બાકીના દેવાના નીકળતા .૪ લાખ બેંકના ખાતામાં ટ્રાન્સફર કરવાનું કહેતા આ રકમ ટ્રાન્સફર કરી દીધા હતાં.
થોડા દિવસ બાદ ફરિયાદીના પત્નીને ફરી ઘુંટણમાં દુ:ખાવો શ થતા આ ડો.જરીવાલાને ફોન કરતા તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો.બાદમાં વિઝીટીંગ કાર્ડમાં જણાવેલ સરનામે તપાસ કરાવતા આવા કોઇ ડોકટર નહીં હોવાનું માલુમ પડયું હતું.જેથી ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનું માલુમ પડયું હતું.જેથી તેમણે આ અંગે તાલુકા પોલીસ મથકમાં આ ત્રણ શખસો સામે તેમની સાથે .૬ લાખની છેતરપિંડી કર્યા અંગે ફરિયાદ નોંધાવી છે.જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો.બનાવ અંગે વધુ તપાસ એએસઆઇ સલીમભાઇ માડમ ચલાવી રહ્યા છે
રસીનું એક ટીપું કાઢવાના ૮ હજાર કહી,૮૦ ટીપા કાઢયા
કહેવાતા તબીબ ડો.જરીવાલએ વૃધ્ધાના ઘુંટણમાં રસી થઇ ગઇ હોવાનું કહી જે રસી બહાર કાઢવી પડશે જેમાં રસીનું એક ટીપુ કાઢવાના .૮,૦૦૦ થશે તેમ કહ્યું હતું.બાદમાં આ ડો.જરીવાલાએ ઇ ન્જેકશન તથા એક પાઈપ વડે એક પછી એક કરી એક કલાકમા અંદાજે ૮૦ જેટલા રસીના ટીપા કાઢયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરસોઈ પ્રશ્ને પતિ સાથે ચડભડ થયા બાદ વૈશાલીનગરમાં પરિણીતાએ ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી
April 28, 2025 03:19 PMઅગ્નિકાંડના પાંચ આરોપીની ડિસ્ચાર્જ અરજી પર 23મી મેના વધુ સુનાવણી
April 28, 2025 03:11 PMપાકિસ્તાનના વિદેશમંત્રી ઘાંઘા થયા, ચીન, સાઉદી અરેબિયા અને બ્રિટન પાસે મદદની ભીખ માંગી
April 28, 2025 03:10 PMસોશિયલ મીડિયા-ઓટીટી પર અશ્લીતા રોકો: સુપ્રીમ
April 28, 2025 03:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech