રાજકોટ શહેર ભાજપમાં છેલ્લા ઘણાં સમયથી જૂથવાદ ચાલી રહ્યો છે અને સમયાંતરે આ જુથવાદ સપાટી ઉપર આવી લબકારા મારતો રહે છે ત્યારે આજે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ પદ માટેની દાવેદારીનું ફોર્મ રજૂ કરવાની કાર્યવાહી વેળાએ જાણે વિધાનસભા ચૂંટણીની ટિકિટ આપવા પૂર્વેની સેન્સ પ્રક્રિયા ચાલી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા, ખાસ કરીને વિજયભાઇ પાણી જૂથ દ્રારા મોટાપાયે દાવેદારી રજૂ કરવામાં આવી હતી. ખાસ કરીને આ મામલે ભાજપ મહિલા મોરચાના અગ્રણી અંજલિબેન પાણીએ સમગ્ર પ્રક્રિયામાં પડદા પાછળથી ઉંડો રસ દાખવ્યો હોવાની ચોમેર ચર્ચા છે. વિશેષમાં વિશ્વસનીય રાજકીય વર્તુળોમાંથી પ્રા મુજબ, અમુકને મોડી રાત્રે તો અમુકને સવારે એવી સુચના અપાઇ હતી કે તમારે પ્રમુખપદ માટે દાવેદારી કરવાની છે તેથી હાલ સુધી જેમના નામ ચર્ચામાં ન હતા તેવા દાવેદારો આવી પહોંચ્યા હતા અને ફોર્મ રજૂ કર્યા હતા. બીજી બાજુ અમુક ચર્ચાતા નામોએ છેલ્લી ઘડીએ પીછેહઠ કરી હતી અને દાવેદારી જ રજૂ કરી ન હતી.
રાય સ્તરે સંગઠન અને સત્તાના સમીકરણો બદલાયા બાદ છેલ્લા ઘણાં સમયથી હાંસિયામાં રહેલા જૂથે આજે ફંફાડો માર્યેા હતો. રાજકોટ શહેર ભાજપ ઉપરાંત રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટેની દાવેદારીની રેસમાં પણ પાણી જૂથે ઉંડો રસ લઇને પોતાના જૂથના અમુક ફોર્મ ભરાવ્યાં હોવાનું જાણવા મળે છે.
રાજકોટ શહેર ભાજપના વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ, છેલ્લા ઘણાં સમયથી શહેર સંગઠન અને મ્યુનિસિપલ પદાધિકારીઓમાં પાણી જૂથને કયાંય મહત્વપૂર્ણ સ્થાન અપાયું નથી ઉલટું બાદબાકીનો સિલસિલો ચાલી રહ્યો છે ત્યારે પ્રમુખપદ માટે દાવેદારી કરીને મોતને બાઝો તો તાવ આવેની કહેવતને સાર્થક કરતા પાણી જૂથે પ્રમુખ પદ ન મળે તો કઇં નહીં પરંતુ શહેર સંગઠનમાં અન્ય હોદ્દાઓ, સેલ, મોરચા વિગેરેમાં પોતાના જૂથના લોકોની નિયુકિત કરી શકાય તેવી ગોઠવણ કરી છે અને આ બાબતની નોંધ પ્રદેશ હાઇ કમાન્ડએ પણ લીધી છે ત્યારે આગામી દિવસોમાં શું થશે ? કયા જૂથનો હાથ ઉપર રહેશે ? પાણી જૂથનો મનસૂબો પાર પડશે કે મનની મનમાં રહી જશે ? તે સહિતના સવાલો સાથે પાર્ટીના વર્તુળોમાં ગરમાગરમ ચર્ચાનો દોર શ થયો છે.
રાજકોટ શહેર ભાજપ કાર્યાલય કમલમ ખાતે આજે સવારથી જ મોટી સંખ્યામાં પાણી જૂથના આગેવાનો અને કાર્યકરોની સતત ઉપસ્થિતિ જોવા મળી હતી તેમજ કાર્યાલયમાં ચાલતી ગતિવિધિઓ ઉપર ટેલિફોનિક સંપર્ક જાળવીને સતત બાજ નજર રાખવામાં આવી હતી.
શહેર ભાજપ પ્રમુખ બનવા ૨૯ ફોર્મ રજૂ
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ પદ માટે દાવેદરોનો રાફડો ફાટો છે, હજુ ગઈકાલ સુધી વીસેક દાવેદરોના નામ ચર્ચામાં હતા પરંતુ આજે સવારે ૧૦–૩૦ કલાકે દાવેદારી માટે ફોર્મ આપવાનું શ થતાં બપોરે ૨–૦૦ વાગ્યા સુધીમાં કુલ ૩૩ ઉપડા હતા, જેમાંથી ૨૯ ફોર્મ ભરાઇને પરત આવ્યા હતા. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી પોતે દાવેદાર હોવા છતાં તેમણે તમામ દાવેદારોને આવકાર્યા હતા અને દાવેદારી કરવા માટે લોકશાહી ઢબે પ્રોત્સાહિત કર્યા હતા.
વિનુભાઇ ધવા, વિજયભાઇ કોરાટ, નિલેશભાઇ જલુ અને નરેન્દ્રભાઇ કુબાવત સહિતનાઓએ દાવેદારી ફોર્મ ઉપાડા હતા પરંતુ બપોરે બે વાગ્યે સમય મર્યાદા પૂર્ણ થઇ ત્યાં સુધીમાં રજૂ કર્યા ન હતા, આથી તેઓ રેસમાં નથી. પૂર્વ મંત્રી અરવિંદભાઈ રૈયાણી દાવેદારી કરશે તેવી વાતો વહેતી થઈ હતી પરંતુ તેઓ કમલમ ખાતે આવ્યા પણ ન હતા. યારે પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કરભાઇ પટેલ દાવેદારી રજૂ કરશે તેવી ચર્ચા વચ્ચે તેઓ કમલમ આવ્યા હતા પરંતુ તેમણે દાવેદારી રજૂ કરી ન હતી. વિવિધ જ્ઞાતિ સમાજના સમીકરણો અનુસાર જોઈએ તો સૌથી વધુ આઠ દાવેદારો બ્રહ્મ સમાજમાંથી છે.
આજે સવારે ૧૦–૩૦ કલાકે રાજકોટ મહાનગરના ચૂંટણી અધિકારી ડો.માયાબેન કોડનાણી અને સંગઠન પર્વના કલસ્ટર ઇન્ચાર્જ તેમજ સાંસદ મયંકભાઇ નાયકની ઉપસ્થિતિમાં દાવેદારી ફોર્મ આપવાની અને ભરેલા ફોર્મ પરત સ્વીકારવાની પ્રક્રિયા શ થઈ હતી જે બપોરે બે વાગ્યા સુધી ચાલી હતી. બપોરે બે વાગ્યે લચં બ્રેક બાદ તમામ દાબેદારોના ફોર્મની સ્ક્રુટીની પ્રક્રીયા શ કરાઇ હતી. પ્રદેશ દ્રારા જાહેર કરાયેલી સાત શરતોનો ભગં થતો હશે તેવા ફોર્મ રદ કરવામાં આવશે. યારે આવતીકાલે સવારે ૧૦ કલાકે પાર્ટી સંકલનની મીટીંગ મળશે તેમાં અહેવાલ તૈયાર થશે અને તે અહેવાલ આગામી સોમવારે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે મળનારી મીટીંગમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સમક્ષ રજુ કરવામાં આવશે.
વિશેષમાં પ્રદેશ ચૂંટણી અધિકારી ઉદયભાઇ કાનગડએ આજકાલ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં પ્રમુખ ના નામ જાહેર કરવામાં આવશે અને સંભવત તા.૧૦ જાન્યુઆરી સુધીમાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થશે તેવો અંદાજ છે.
રાજકોટ શહેર ભાજપ કાર્યાલય કમલમ ખાતે આજે જે ૨૯ દાવેદારોએ પ્રમુખપદ માટે પોતાની દાવેદારી રજૂ કરી હતી તેમના નામ નીચે મુજબ છે.
જૈન–વણિક સમાજ
૧. મુકેશભાઇ દોશી
બ્રહ્મસમાજ
૧. પૂર્વ મેયર ડો.જૈમન ઉપાધ્યાય
૨. પૂર્વ મેયર બીનાબેન આચાર્ય
૩. પૂર્વ સ્ટે.ચેરમેન કશ્યપ શુકલ
૪. કોર્પેારેટર દેવાંગભાઇ માંકડ
૫. જિજ્ઞેશભાઇ જોષી
૬. પરેશભાઇ ઠાકર
૭. તેજસભાઇ ત્રિવેદી
૮. શૈલેષભાઇ જાની
રઘુવંશી સમાજ
૧. દંડક મનિષભાઇ રાડિયા
૨. પૂર્વ કોર્પેારેટર ધર્મેન્દ્ર મિરાણી
૩. દિનેશભાઇ કારીયા
કડવા પાટીદાર સમાજ
૧. કિરણબેન માંકડીયા
૨. નીતિનભાઇ ભૂત
લેઉવા પાટીદાર સમાજ
૧. પૂર્વ ડે.મેયર અશ્વિનભાઇ મોલિયા
૨. પૂર્વ કોર્પેારેટર જયંતિભાઇ સરધારા
૩. કલ્પનાબેન કિયાડા
આહિર સમાજ
૧. પૂર્વ મેયર પ્રદીપ ડવ
૨. જે.ડી.ડાંગર
ભરવાડ સમાજ
૧. પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા
૨. લાલાભાઇ મીર
પ્રજાપતિ સમાજ
૧. પૂર્વ શાસક નેતા દલસુખ જાગાણી
ક્ષત્રિય સમાજ
૧. દિવ્યરાજસિંહ ગોહિલ
૨. સિધ્ધરાજસિંહ જાડેજા
રાજપૂત સમાજ
૧. પૂર્વ ડે.મેયર માવજીભાઇ ડોડીયા
૨. ગંભીરસિંહ પરમાર
૩. એડવોકેટ કમલેશભાઇ ડોડીયા
દલિત સમાજ
૧. પૂર્વ કોર્પેારેટર અનિલભાઇ મકવાણા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech