ક્રુરતાની પણ હદ હોય, 40 કુતરાઓ પર દુષ્કર્મ કરી મારી નાખ્યા

  • July 15, 2024 04:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



બ્રિટિશ ક્રોકોડાઈલ એક્સપર્ટ એડમ બ્રિટનને ડોગ રેપ કેસના સંદર્ભમાં સુનાવણી કરવામાં આવી હતી. એડમ બ્રિટન પર ડઝનેક કૂતરાઓના બળાત્કાર અને મોતનો આરોપ છે. તેણે 40થી વધુ કૂતરાઓ પર બળાત્કાર કર્યો, પછી તેમને મારી નાખ્યા. ઓસ્ટ્રેલિયામાં તેને 249 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.


એડમ બ્રિટનને પ્રાણી ક્રૂરતાના 60થી વધુ આરોપોનો સામનો કરવો પડ્યો હતો. તે ઓસ્ટ્રેલિયાના ડાર્વિનમાં કૂતરાઓને ટોર્ચર કરતો અને મારતો હતો. આ પછી બ્રિટન પણ ક્રૂરતાના કૃત્યને વીડિયોમાં રેકોર્ડ કરતો હતો. અહેવાલ જણાવે છે કે એડમ બ્રિટન પાસે એક શિપિંગ કન્ટેનર હતું જ્યાં તેણે કૂતરાઓનું જાતીય શોષણ કર્યું હતું.


એડમ બ્રિટન કેસની સુનાવણી શરૂ થતાં, NT સુપ્રીમ કોર્ટના જસ્ટિસ માઈકલ ગ્રાન્ટે તેમના સ્ટાફ અને પ્રાણી અધિકાર કાર્યકરોને સુનાવણી શરૂ થાય તે પહેલાં રૂમ છોડી દેવા વિનંતી કરી, અહેવાલો અનુસાર આવું એટલા માટે કરવામાં આવ્યું હતું કારણ કે ઘૃણાસ્પદ અપરાધોનો ઉલ્લેખ કરવાથી નબળા હૃદયવાળા વ્યક્તિને નુકસાન થઈ શકે છે.

બાળપણથી જ આ બીમારી હતી


વકીલે એડમ બ્રિટનનો બચાવ કરતાં કહ્યું, 'આ વ્યક્તિ બાળપણથી જ આ બીમારીથી પીડિત છે. તે તેની ભૂલ નથી. વકીલે વધુમાં કહ્યું કે, આ એક એવી બીમારી છે, જે સમાજમાં ક્યારેક અજીબ પરિસ્થિતિ સર્જે છે. સમાજના લોકો આવા લોકોની બીમારીને સમજી શકતા નથી. વકીલે વધુમાં કહ્યું, હું આશા રાખું છું કે કોર્ટ સ્વીકારી શકે કે પુખ્તાવસ્થા સુધી આ રોગને જીવવું અને તેનું સંચાલન કરવું ખૂબ મુશ્કેલ હતું. કોર્ટે સુનાવણી દરમિયાન આ વાત કહી, હવે આ સુનાવણી ઓગસ્ટ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.


સાયકોલોજિસ્ટ દ્વારા સારવાર 30 કલાક સુધી ચાલી


જ્યારે લોકો અંતિમ ચુકાદાની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે એડમના વકીલે નવો રિપોર્ટ રજૂ કરીને હલચલ મચાવી દીધી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લગભગ 30 કલાક સુધી જેલમાં સાયકોલોજિસ્ટ દ્વારા તેની સારવાર કરવામાં આવી હતી. આ રિપોર્ટ તેની વર્તમાન માનસિક સ્થિતિ વિશે વાત કરે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application