સાંજના સમયે મતદાન મથકો પર લાંબી કતારો સર્જાય તો પણ તંત્ર તૈયાર
સાંજના સમયે મતદાન મથકો પર લાંબી કતારો સર્જાય તો પણ તંત્ર તૈયાર
April 25, 2026 08:58 PM
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે રાજકોટ ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી લક્ષી તૈયારીઓને પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજકોટ મનપા માટે કાલ સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ જશે. વધુ પડતા તડકાને કારણે લોકો વહેલી સવારે મતદાન કરવા આવશે. તેમજ અમુક લોકો સાંજે ૫ પગ્યા બાદ અચાનક જ મતદાન માટે પહોંચે તેવું તંત્ર દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે દરેક લોકો પોતાનો મત આપી શકે તે માટે રાજકોટ કલેક્ટર તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં હિટવેવનો માહોલ છે. હાલમાં તાપમાન ૪૨ થી ૪૩ ડિગ્રી જેટલું રહે છે. આ મુજબના અસામાન્ય તાપમાનને લઈને ટાઢા પહોરે વધુ લોકો મતદાન કરવા આવી શકે છે. તંત્ર દ્વારા એક ધારણા એવી પણ લગાવામાં આવી રહી છે કે અચાનક જ કોઈ બૂથ પર સાંજના સમયે વધુ ભીડ સર્જાય તો તૈયાર રહેવું રાજકોટ મહાનગરપાલિકાઓની ચૂંટણી માટેનું મતદાન આવતીકાલે ૨૬ તારીખના રોજ યોજાવવા જઈ રહ્યું છે. વધું પડતી ગામના માહોલમાં સવારે અને સાંજના સમયે વધુ લોકો મતદાન માટે આવશે તેવી આશંકાઓ વચ્ચે તંત્રએ પૂર્વ તૈયારીઓ કરી છે. રાજકોટ શહેર મનપાના તમામ ૧૮ વોર્ડ માટે મહત્તમ મતદાન થાય તે રાજકોટ ચૂંટણી તંત્રનો એક માત્ર લક્ષ્ય છે. ત્યારે જિલ્લ ( કલેકટર ડો. ઓમ પ્રકાશના જણાવ્યા મુજબ, સાંજે ૫ થી ૬ વાગ્યા વચ્ચે જો કોઈ મતદાન બૂથ પર વધુ મતદારોનો ધસારો સર્જાિશે તો પણ કોઈ વ્યક્તિ પોતાનો મતાધિકાર ગુમાવશે નહીં. પરંતુ દરેક મતદારે પોતાના મતદાન બૂથ પર સાંજે ૬ પહેલા એન્ટ્રી લઈ લેવાની રહેશે. તે બાદ કોઈને એન્ટ્રી મળશે નહીં. = વાગ્યા પહેલા આવેલા દરેક મતદારોને ટોકન આપી દેવામાં આવશે અને તમામને મતદાન કરવા દેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ટોકન મળેલા તમામ લોકો પોતાનું મતદાન પૂર્ણ કરે ત્યાં સુધીમાં નિયત કરેલા સમયથી વધુ સમય લાગી જાય. જોકે તમામ લોકોના મતો મત પેટીમાં કેદ થયા બાદ જ ઇવીએમ સુરક્ષિત રીતે રીસીવિંગ સેન્ટર ખાતે લઈ જવામાં આવશે.