રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની 49મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) યોજાઈ રહી છે. મુકેશ અંબાણીએ બપોરે બે વાગ્યે રિલાયન્સના સ્થાપક ધીરુભાઈ અંબાણીને શ્રદ્ધાંજલિ આપીને સભાની શરૂઆત કરી હતી. આ સભા વર્ચ્યુઅલી વીડિયો કોન્ફરન્સિંગ અને ડિજિટલ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ દ્વારા યોજાઈ હતી તેમના સંબોધનમાં, તેમણે જણાવ્યું હતું કે રિલાયન્સ બોર્ડે જિયો આઇપીઓને મંજૂરી આપી દીધી છે, અને તેના દસ્તાવેજો આજે સેબીને સુપરત કરવામાં આવશે.
મુકેશ અંબાણીએ શેરધારકોનું નમસ્તે સાથે સ્વાગત કર્યું અને 49મી વાર્ષિક સામાન્ય સભામાં તેમનું સ્વાગત કર્યું હતું. તેમણે દેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડા પ્રધાન બનવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ અભિનંદન આપ્યા હતા.
મુકેશ અંબાણીએ કહ્યું કે જિયો આઇપીઓ માટે ડ્રાફ્ટ રેડ હિયરિંગ પેપર્સ આજે માર્કેટ રેગ્યુલેટર સેબી સમક્ષ સબમિટ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે જિયો પ્લેટફોર્મ્સ બોર્ડે જિયો આઇપીઓને મંજૂરી આપી છે. રિલાયન્સના ચેરમેને જણાવ્યું હતું કે રિલાયન્સ જિયો આજે સેબી સમક્ષ તેના આઇપીઓ માટે ડ્રાફ્ટ પેપર્સ ફાઇલ કરશે. આ ડિજિટલ સેવાઓ ક્ષેત્ર માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.
મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણી જિયો આઇપીઓ પ્રક્રિયાનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે જિયો આઇપીઓનું માર્કેટ લિસ્ટિંગ ભારતની તાકાત દર્શાવશે.
જિયો પ્લેટફોર્મ્સના એમડી આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે જિયો સતત વધી રહ્યું છે અને તેનો યુઝર બેઝ હવે 534 મિલિયનને વટાવી ગયો છે. જિયોનો ફાઈવ-જી સબસ્ક્રાઇબર બેઝ 268 મિલિયનને વટાવી ગયો છે.
બજારની સૌથી મોટી આશા જિયોના મેગા આઇપીઓની વિગતો છે, જેનો અંદાજ આશરે ચાર બિલિયન ડોલર (રૂ.33,000 કરોડથી વધુ) છે. આ ભારતના અત્યાર સુધીના સૌથી મોટા આઈપીઓમાંનો એક હોઈ શકે છે.
જિયોના 500 મિલિયનથી વધુના મજબૂત યુઝર બેઝ અને તેના દેશવ્યાપી ફાઈવજી નેટવર્કના વિસ્તરણ અંગે એક મોટા અપડેટની અપેક્ષા છે. ટેક જાયન્ટ મેટા સાથેની તેની ડેટા સેન્ટર ભાગીદારી અંગે પણ નોંધપાત્ર પ્રગતિ શેર કરવામાં આવે તેવી અપેક્ષા છે.
રિલાયન્સ જિયોનો આઇપીઓ રોકાણકારો માટે એક મુખ્ય આકર્ષણ છે. પાછલી 48મી વાર્ષિક સામાન્ય સભા દરમિયાન, મુકેશ અંબાણીએ 2026ના પહેલા ભાગમાં શેરબજારમાં આઇપીઓ લિસ્ટ કરાવવાનું લક્ષ્ય રાખ્યું હતું.
રિલાયન્સ રિટેલની ભાવિ યોજનાઓ અને કંપનીના મહત્વાકાંક્ષી ગ્રીન એનર્જી વ્યવસાય માટે નવો રોડમેપ જાહેર થઈ શકે છે. 49મી વાર્ષિક સામાન્ય સભામાં, મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 2026 માટે તેના શેરધારકો માટે રૂ.6 પ્રતિ શેર ડિવિડન્ડની મંજૂરીને ઔપચારિક બનાવી શકે છે.
રિલાયન્સ એજીએમ 2026 દરમિયાન, ગ્રુપ માટે એક મુખ્ય વૃદ્ધિ એન્જિન રહેલ રિલાયન્સ રિટેલની સંભવિત લિસ્ટિંગ અંગે ચેરમેન અંબાણીની જાહેરાત પર શેરધારકો પણ નજીકથી નજર રાખશે. વાર્ષિક સામાન્ય સભા શરૂ થાય તે પહેલાં, દેશની સૌથી મૂલ્યવાન કંપની, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો સ્ટોક થોડો ઘટાડો સાથે રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો છે. આજે રિલાયન્સના શેર રૂ.1,328 પર ખુલ્યા હતા અને આ સમાચાર લખતી વખતે રૂ.1,323 પર ટ્રેડ થઈ રહ્યા હતા. કંપનીનું માર્કેટ કેપ રૂ.17.93 લાખ કરોડ છે.
ગ્લોબલ ટેક એલીટમાં જોડાવું રિલાયન્સ જિયોએ તાજેતરમાં જાહેરાત કરી છે કે તે વૈશ્વિક ટેક એલીટમાં જોડાઈ ગઈ છે, જે ડબલ્યુઆઇપીઓના ટોચના 20માં સ્થાન મેળવનારી એકમાત્ર ભારતીય કંપની બની છે. જિયો પ્લેટફોર્મ્સે વૈશ્વિક નવીનતા રેન્કિંગમાં સૌથી મોટી છલાંગ લગાવી છે.
છેલ્લા છ વર્ષ પડકારોથી ભરેલા રહ્યા છે, જેમાં કોવિડ-19, ભૂ-રાજકીય તણાવ, સપ્લાય ચેઇન વિક્ષેપો અને વધતી ઉર્જા કિંમતો શામેલ છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધે આ પડકારોને વધુ તીવ્ર બનાવ્યા, પરંતુ ભારત વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આગળ વધવાનું ચાલુ રાખ્યું.