ભાણવડ તાલુકાના રાણપર ખાત 32 લાખના ખર્ચે નિમર્ણિ થનાર પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહુર્ત કરતા મુળુભાઇ બેરા
રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પયર્વિરણ તથા કલાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાના વરદહસ્તે ધનતેરસના પાવન પર્વે ભાણવડ તાલુકાના પાછતર ગામે અંદાજિત ા.29 લાખ ખર્ચે નવનિર્મિત પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ તથા રાણપર ગામે અંદાજિત ા.32 લાખના ખર્ચે નિમર્ણિ પામનાર પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વન અને પયર્વિરણ મંત્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, દિવાળીના પાવન અવસર પર ધનતેરસના શુભ દિવસે જન સુખાકારીનું મંગલ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. અધ્યતન સુવિધાથી સજજ પેટા આરોગ્ય કેન્દ્રનું નિમર્ણિ થતાં પાછતર તથા આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારો માટે આરોગ્યની સેવાઓ વધુ સુદ્રઢ બની રહેશે.આ વિસ્તારના લોકોને પ્રાથમિક આરોગ્યલક્ષી સેવાઓનો લાભ ઘર આંગણે જ પ્રાપ્ત થશે.
વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, આજે કલાઈમેટ ચેન્જ પરિણામે આરોગ્ય પર વિપરીત અસરો પડી રહી છે. ત્યારે આજના સમયમાં જે વ્યક્તિ આરોગ્યની દ્રષ્ટિએ નિરોગી હોય તે જ ખરા અર્થમાં સુખી કહેવાય. છેવાડાના વિસ્તારો સુધી પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ સુદ્રઢ બનાવવા નેમ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરી છે. વડાપ્રધાનના કંડારેલા પથ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના જનજનની આરોગ્ય સુખાકારી માટે અનેકવિધ આરોગ્યલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે.
વધુમાં મંત્રીએ કહ્યું હતું કે,દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નાગરિકોના આરોગ્યની ચિંતા કરી પી.એમ.જે.વાય જેવી આરોગ્યલક્ષી યોજનાઓ અમલી બનાવીને નાગરિકોને આરોગ્ય કવચ પું પાડ્યું છે ભૂતકાળમાં લોકો સામાન્ય બીમારીથી ભયભીત થઈ જતાં જ્યારે હવે મોટી મોટી બીમારીઓ પણ સારવાર ગ્રામ્ય વિસ્તારોમાં થઈ રહી છે. આરોગ્યલક્ષી સેવાઓ વ્યાપ વધારવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર પ્રતિબદ્ધતા સાથે આગળ ધપી રહી છે.
વધુમાં મંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપણી આગામી પેઢીની ચિંતા કરી છે. એટલે જ તેમને હાલમાં સમગ્ર દેશમાં એક પેડ માઁ કે નામ અભિયાન શઆત કરાવ્યું છે જેને રાજ્યમાં વ્યાપક જન પ્રતિસાદ મળ્યો છે. મારો સૌ નાગરિકોને અનુરોધ છે કે તમે પોતાના સ્વજનો યાદમાં માત્ર એક વૃક્ષ વાવેતર કરો જેથી આપણી આવનારી પેઢીને સ્વચ્છ પયર્વિરણ અને સ્વચ્છ હવા આપી શકીએ. ઉપરાંત વિસ્તારના મહત્તમ નાગરિકો સરકારની આરોગ્યલક્ષી યોજનાઓ બહોળા પ્રમાણમાં લાભ મેળવો.
કાર્યક્રમમાં મહાનુભાવો શાબ્દિક સ્વાગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મિતેષ ભંડેરી તથા આભારવિધિ મેડિકલ ઓફિસર મોરી દ્વારા કરવામાં આવી હતી. પાછતર પેટા આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ તથા રાણપર પેટા આરોગ્ય કેન્દ્રના ખાતમુહુર્ત પ્રસંગે મામલતદાર અશ્વિન ચાવડા, તાલુકા વિકાસ અધિકારી એન. એલ. બૈડીયાવદરા, અગ્રણી ગોવિંદ કનારા, રામશી માં, અલ્પેશ પાથર, અજય કારાવદરા સહિત આરોગ્ય વિભાગ કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમગની દાળ પણ વજન ઘટાડવામાં મદદ કરે છે, જાણો એક્સપર્ટ પાસેથી ડાયટમાં સામેલ કરવાની રીત
November 07, 2024 04:03 PMછઠ પૂજા વ્રતના પારણા કેવી રીતે થશે પૂર્ણ?
November 07, 2024 03:56 PMઆજે અસ્ત થતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવામાં આવશે, જાણો છઠ વ્રતની કથા અને પૂજાનું મહત્વ?
November 07, 2024 03:54 PMજૈન ધર્મના લોકો જમીનમાં ઉગેલી વસ્તુઓ કેમ નથી ખાતા? જાણો કારણ
November 07, 2024 03:50 PMઆધાર ઓથોરિટીએ એક સાથે મહાપાલિકાના 18 ઓપરેટરને સસ્પેન્ડ કરતા અરજદારોની હાલત માઠી
November 07, 2024 03:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech