દ્વારકામાં ધુળેટી દરમ્યાન વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ: જાહેરનામું

  • March 20, 2024 10:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકામાં પાર્કિંગ તેમજ વન-વે ના જાહેરનામાની અમલવારી

કાળીયા ઠાકોર સંગ હોળી, ધુળેટી મનાવવા માટે ઠેર-ઠેરથી ચાલીને યાત્રીકો અહીં આવે છે. ત્યારે ચાલીને દ્વારકા દર્શનાર્થે આવતા પદયાત્રીઓના કારણે દ્વારકા શહેરમાં ટ્રાફિક જામની સ્થિતિ નિવારવા, ગેર વ્યવસ્થા અટકાવવા તથા સલામતીની દૃષ્ટિએ તંત્ર દ્વારા આ અંગેનું એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જય માતાજી ૨૬ ના રોજ રાત્રિના આઠ વાગ્યા સુધી દ્વારકા શહેરમાં હાથીગેટથી શ્રી દ્વારકાધીશ મંદિર તરફ, કાનદાસબાપુ આશ્રમથી ભથાણ ચોક - કીર્તિસ્તંભ - દ્વારકાધીશ મંદિર તરફ, મહાજન બજારથી શ્રી દ્વારકાધીશ મંદિર તરફ, બ્રહ્મ કુંડથી શ્રી દ્વારકાધીશ મંદિર તરફ, જોધાભા માણેક ચોકથી શ્રી દ્વારકાધીશ મંદિર પૂર્વ દરવાજા તરફ, ભથાણ ચોકથી શ્રી દ્વારકાધીશ મંદિર પૂર્વ દરવાજા તરફ અને કીર્તિસ્તંભ સર્કલથી શ્રી દ્વારકાધીશ મંદિર પૂર્વ દરવાજા તરફથી ભારે વાહન તમામ કાર, થ્રી વ્હીલ, ટુ વ્હીલરના પ્રવેશ પર, ધિંગેશ્વર મંદિરની સામેની ગલી દ્વારકાધીશ મંદિર તરફ અને શાકમાર્કેટ ચોકથી મહાજન બજાર, નીલકંઠ ચોક, શ્રી દ્વારકાધીશ મંદિર તરફ ભારે વાહનો તમામ કાર, થ્રી વ્હીલરના પ્રવેશ પર તેમજ ઇસ્કોન ગેટથી - ભથાણ ચોક - જોધાભા માણેક ચોક - દ્વારકાધીશ મંદિર તરફ ભારે વાહનો તમામ કાર પોસ્ટ ઓફિસ ચાર રસ્તાથી ભદ્રકાલી ચોક તરફ જતા રસ્તે, રબારી ગેટ ચાર રસ્તાથી ભદ્રકાલી ચોક તરફ જતા રસ્તે, હોસ્પિટલ ચાર રસ્તાથી મટુકી ચોક - ભદ્રકાલી ચોક તરફ જતા રસ્તે, સર્કીટ હાઉસ ચાર રસ્તાથી મટુકી ચોક - ભદ્રકાલી ચોક તરફ તથા પ્રીતમ વ્યાયામ તરફ જતા રસ્તે ભારે વાહનો તમામ તેમજ બસના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ જાહેરનામું પરવાનગી અપાયેલા વાહનો તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણીની કામગીરી સાથે સંકળાયેલા સરકારી વાહનો તેમજ ઇમરજન્સી વાહનોને લાગુ પડશે નહિ.
***
દ્વારકામાં પાર્કિંગ અને નો-પાર્કિંગ ઝોન
દ્વારકા શહેરમાં ટ્રાફિક જામની સ્થિતિ નિવારવા પાર્કિગ-ઝોન અને નો-પાર્કિંગ ઝોન અંગે પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામામાં દ્વારકા શહેરમાં તા. ૨૬ સુધી પૂર્વ દરવાજાથી જોધાભા માણેક અને પૂર્વ દરવાજાથી ભથાણ ચોક, જોધાભા માણેક ચોકથી શિવરાજસિંહ રોડ ઇસ્કોન ગેઈટ સુધી, ત્રણબત્તી ચોકથી મહાજન બજાર ચાર રસ્તા અને ત્રણબત્તી ચોકથી ભદ્રકાલી રોડ સુધી, હોમગાર્ડ ચોકથી ત્રણબત્તી ચોક અને હોમગાર્ડ ચોકથી શાક માર્કેટ ચોક સુધીના તેમજ  શાક માર્કેટ ચોકની આજુ  બાજુનો વિસ્તાર ૫૦ મીટરની ત્રિજ્યાના વિસ્તાર તથા એસ.ટી. ડેપોના ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તાર તેમજ, કીર્તિસ્તંભ, સુદામા ચોક, ભથાણ ચોક, મટુકી ચોક અને ભદ્રકાલી ચોકની આજુ-બાજુના ૨૦૦ મીટર ત્રિજ્યાના વિસ્તારને નો-પાર્કીંગ ઝોન તથા હાથી ગેટ, સર્કીટ હાઉસ પાછળનું ખુલ્લું મેદાન, શારદાપીઠ કોલેજનું ખુલ્લું મેદાન, રાજપુત સમાજ વાડી સામે ગોમતી ઘાટનું ખુલ્લું મેદાન અને સ્વામિનારાયણ મંદીરના ગ્રાઉન્ડનું પાછળનું મેદાન, રાવળા તળાવ ગ્રાઉન્ડ ઇસ્કોન ગેટની બાજુમાં, અલખ હોટલની બાજુમાં હાથીગેટની સામે પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.
***
વન-વે પોઈન્ટ જાહેર
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઇ.ચા. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ દ્વારકામાં કેટલાક વન-વે પોઈન્ટ જાહેર કરતું એક જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.
આ જાહેરનામા અંતર્ગત દ્વારકા શહેરમાં જોધાભા માણેક ચોકથી પૂર્વ દરવાજા સુધી અને ભથાણ ચોકથી પૂર્વ દરવાજા સુધીના રસ્તાને તારીખ ૨૬ ના રોજ રાત્રે ૮ વાગ્યા સુધી પ્રવેશબંધી માત્ર એક્ઝિટ એટલે કે, વન-વે ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષા પાત્ર થશે તેમ વધુમાં જણાવાયું છે.
***
ભારે વાહનોના પસાર થવા પર પ્રતિબંધ
યાત્રાધામ દ્વારકા ખાતે હોળી-ધુળેટીના તહેવારો દરમ્યાન ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લાઓ તથા અન્ય રાજ્યમાંથી મોટી સંખ્યામાં પદયાત્રીઓ ચાલીને દર્શનાર્થે આવે છે. ત્યારે આ દરમ્યાન રસ્તા પર ટ્રાફિકના કારણે કોઈ અકસ્માત ન સર્જાય તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિક જિલ્લા  મેજિસ્ટ્રેટ દ્વારા તા. ૨૬ માર્ચના રાત્રે ૮ વાગ્યા સુધી થ્રી વ્હીલર, કાર, ટ્રક, ટોરસ, ડમ્પર, બસ જેવા ભારે વાહનો માટે લીંબડી ચેક પોસ્ટથી ચરકલા જતા રોડ તેમજ કાનદાસબાપુ આશ્રમ ચાર રસ્તાથી ચરકલા તરફ જતા રોડ તેમજ ચરકલા તરફ જતા રેલવે ફાટકથી હેથ્રોન હોટલ બાજુના રોડને પ્રવેશબંધી પોઇન્ટ જાહેર કરાયો છે.
જ્યારે લીંબડી ચેક પોસ્ટથી ભાટીયા બાયપાસ - કુરંગા ચોકડી, ઓખામઢી - બરડિયા થઈ દ્વારકા તેમજ દ્વારકા તરફથી બરડિયા - કુરંગા - ભાટીયા લીંબડી ચેકપોસ્ટ - ખંભાળિયા સુધી ડાયવર્ઝન જાહેર કરાયું છે.
આ જાહેરનામું ઇમરજન્સી વાહનોને તથા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા મંજૂરી આપવામાં આવી હોય તેવા વાહનોને લાગુ પડશે નહિ. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે તેમ વધુમાં જણાવાયું છે.
***
વાહનોની ગતિ મર્યાદા
દ્વારકા ખાતે ચાલીને આવતા દર્શનાર્થીઓના કારણે ખંભાળિયા દ્વારકા માર્ગ પર અવિરત રીતે ટ્રાફિક હોવાથી આ પરિસ્થિતિમાં કોઈ અકસ્માત ન સર્જાય અને કોઈ પદયાત્રી અકસ્માતનો ભોગ ન બને તે માટે સક્ષમ અધિકારી દ્વારા ગતિમર્યાદામાં વાહન ચલાવવા અંગેના જાહેરનામા અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાની હદ શરૂ થાય ત્યાંથી ઝાખર પાટીયા - ખંભાળિયા - રાણ લીંબડી - ભાટીયા - દ્વારકાનો રૂટ, ઝાખર પાટીયા - ખંભાળિયા - રાણ લીંબડી - ગુરગઢ - દ્વારકાનો રૂટ, દ્વારકા - ઓખાનો રૂટ, દ્વારકા - નાગેશ્વરનો રૂટ, ભાટીયા - હર્ષદ માતાજી (ગાંધવી)નો રૂટ, હર્ષદ માતાજી (ગાંધવી) દ્વારકાના રૂટ પર પસાર થતા વાહન ચાલકોએ તા. ૨૬ સુધી તેમનું વાહન ૪૦ કિ.મી. પ્રતિ કલાકની ગતિ મર્યાદાથી વધારે ચલાવવા પર પ્રતિબંધ રહેશે. આ જાહેરનામું સક્ષમ અધિકારીઓ દ્વારા પરવાનગી અપાયેલા વાહનો, કાયદો અને વ્યવસ્થાની જાળવણીની કામગીરી સાથે સંકળાયેલ સરકારી વાહનો તેમજ ઈમરજન્સી વાહનોને લાગુ પડશે નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application