ગુજરાતમાં લોકસભાની ૨૫ બેઠકોની સાથોસાથ આજે ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાઈ રહી છે. પક્ષ પલટાને કારણે આવી પડેલી આ ચૂંટણીમાં પોરબંદર માણાવદર વિજાપુર ખંભાત અને વાઘોડિયામાં કુલ ૨૪ ઉમેદવારો છે. પરંતુ ખરાખરીનો જગં તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ જોવા મળી રહ્યો છે.
પોરબંદરમાં કોંગ્રેસના રાજુભાઈ ભીમાભાઇ ઓડેદરા અને ભાજપના અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડિયા વચ્ચે ચૂંટણી જગં લડાઈ રહ્યો છે. આ ઉપરાંત વીરો કે વીર ઇન્ડિયન પાર્ટીના અને અન્ય ત્રણ અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણી લડી રહ્યા છે. પોરબંદરની આ બેઠકમાં કુલ છ ઉમેદવારો છે.
માણાવદરમાં ભાજપના અરવિંદભાઈ ઝીણાભાઈ લાડાણી અને કોંગ્રેસના હરિભાઈ ગોવિંદભાઈ કણસાગરા અને બે અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.
વિજાપુર બેઠક પર ભાજપના ડોકટર સી. જે. ચાવડા અને કોંગ્રેસના દિનેશભાઈ તુલસીભાઈ પટેલ સહિત ૮ ઉમેદવારો મેદાન છે.ખંભાતમાં ભાજપના ચિરાગ અરવિંદભાઈ પટેલ અને કોંગ્રેસના મહેન્દ્રસિંહ પરમાર ચૂંટણી લડી રહ્યા છે. અહીં પણ બે અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે.
વાઘોડિયામાં ખરેખરો જગં જામ્યો છે. અહીં મતદારો પર ભારે પકડ અને પ્રભુત્વ ધરાવતા મધુ શ્રીવાસ્તવે ફોર્મ ભયુ હતું. પરંતુ છેલ્લી ઘડીએ તેમણે ઉમેદવારી પત્ર પાછું ખેંચી કોંગ્રેસને ટેકો આપતા અહીંનો ચૂંટણી જગં ભારે રસપ્રદ બન્યો છે. અહીં ભાજપના ધર્મેન્દ્ર સિંહ વાઘેલા અને કોંગ્રેસના કનુભાઈ પુજાભાઈ ગોહિલ વચ્ચે સીધો જગં ખેલાઈ રહ્યો છે અને અન્ય કોઈ અપક્ષ કે અન્ય પાર્ટીના ઉમેદવારો મેદાનમાં નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅભિષેક બચ્ચનની 'આઈ વોન્ટ ટુ ટોક'ની કમાણીમાં 3 જ દિવસમાં જબરો વધારો
November 25, 2024 12:22 PMપીએમ મોદીની અપીલ બાદ ધ સાબરમતી રિપોર્ટની કમાણીમાં જંગી ઉછાળો, કલેક્શન 86 ટકા વધ્યું
November 25, 2024 12:18 PMથઈ ગયું કન્ફર્મ! રશ્મિકા મંદાના વિજય દેવરકોંડાને કરી રહી છે ડેટ
November 25, 2024 12:17 PMકલ્કિ- 2નું 35 ટકા શૂટિંગ પૂર્ણ, દીપિકા ફરી માતા તરીકે દેખાશે
November 25, 2024 12:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech