છત્તીસગઢના ગારિયાબંદ જિલ્લાના ઈન્દગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારના સોરનામલ જંગલમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં DRG, STF અને CRPF જવાનોએ ત્રણ નક્સલીને ઠાર કર્યા છે. 300 સૈનિકો મોડીરાત્રે સર્ચ ઓપરેશન માટે નીકળી પડ્યા હતા. ઓડિશાના નવરંગપુરથી આવેલા સૈનિકોએ જંગલમાં ઘેરાબંધી કરી છે.
ગુપ્ત માહિતીના આધારે આ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસ સુપરિટેન્ડેન્ટે પુષ્ટિ કરી છે કે, અત્યારસુધીમાં ત્રણ નક્સલવાદી માર્યા ગયા છે.
તાજેતરમાં 10 નક્સલવાદીઓ માર્યા ગયા હતા
ગયા વર્ષે નવેમ્બરમાં છત્તીસગઢના સુકમા જિલ્લામાં સુરક્ષા દળોએ 10 નક્સલવાદીઓને માર્યા હતા. સુરક્ષા દળોએ નક્સલવાદીઓ પાસેથી એક AK-47, એક INSAS-1 અને એક SLR રિકવર કરી હતી.
નક્સલવાદનો અંત ક્યારે આવશે?
તાજેતરમાં જ છત્તીસગઢના મુખ્યમંત્રીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ વર્ષ 2026 સુધીમાં નક્સલવાદને સંપૂર્ણ રીતે ખતમ કરવાની વાત કરી હતી. ત્યારથી સમગ્ર છત્તીસગઢમાં નક્સલવાદીઓ સામેની કાર્યવાહી ઝડપી બનાવવામાં આવી છે.
કેન્દ્રએ માર્ચ 2026 સુધીમાં નક્સલવાદ મુક્ત ભારતની દિશામાં સુરક્ષા દળોમાં મોટી સફળતા હાંસલ કરી છે. જાન્યુઆરી 2024થી નવેમ્બર સુધીમાં કુલ 257 નક્સલવાદીઓ માર્યા ગયા. 861ની ધરપકડ કરવામાં આવી અને 789 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech