છત્તીસગઢના બસ્તરમાં નક્સલવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ છે. એન્કાઉન્ટરમાં ચાર નક્સલવાદીઓ માર્યા ગયા છે. જો કે આમાં એક સૈનિક પણ શહીદ થયા છે. ઘટનાસ્થળેથી ઘણા હથિયારો પણ મળી આવ્યા છે.
AK-47 રાઈફલ સહિત અનેક હથિયારો મળી આવ્યા
અધિકારીઓના જણાવ્યા અનુસાર, એન્કાઉન્ટરમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG)નો એક હેડ કોન્સ્ટેબલ શહીદ થયો હતો. નારાયણપુર અને દંતેવાડા જિલ્લાની સરહદ પરના દક્ષિણ અબુઝહમાદ જંગલમાં ગઈકાલે સાંજે જ્યારે સુરક્ષાકર્મીઓની સંયુક્ત ટીમ નક્સલ વિરોધી અભિયાનમાં હતી ત્યારે એન્કાઉન્ટર શરૂ થયું હતું.
ગઈકાલે મોડી રાત્રે ગોળીબાર બંધ થયા પછી, સ્થળ પરથી ચાર નક્સલવાદીઓના મૃતદેહ અને એકે-47 રાઇફલ્સ અને સેલ્ફ-લોડિંગ રાઇફલ્સ (SLR) સહિત સ્વચાલિત હથિયારો મળી આવ્યા હતા, એમ તેમણે જણાવ્યું હતું.
સૈનિકો નદીઓ અને નાળાઓ પાર કરીને જંગલમાં પહોંચ્યા હતા.
નારાયણપુરના એસપી પ્રભાત કુમારે જણાવ્યું હતું કે શુક્રવારે દક્ષિણી અબુઝમાદ વિસ્તારમાં નક્સલવાદીઓની હાજરીની માહિતી પર, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) અને DRG દળોને નારાયણપુર, દંતેવાડા, કોંડાગાંવ અને બસ્તર જિલ્લામાંથી ઓપરેશન પર મોકલવામાં આવ્યા હતા.
સૈનિકોએ નદીઓ અને નાળાઓ પાર કરીને જંગલની અંદર કેટલાય કિલોમીટર ચાલીને જવું પડ્યું. જવાનોને જોઈને નક્સલીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જવાનો દ્વારા પણ જવાબી કાર્યવાહી કરવામાં આવી છે. ગઈકાલ સાંજથી અવાર-નવાર અથડામણ થઈ રહી હતી.
વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ
એક અધિકારીએ જણાવ્યું કે ડીઆરજી હેડ કોન્સ્ટેબલ સન્નુ કરમ એન્કાઉન્ટરમાં શહીદ થયા છે. તેમણે કહ્યું કે આ વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર વકીલ મંડળ દ્વારા પહલગામની ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી
April 24, 2025 02:18 PMહળવદ : આતંકવાદના પૂતળાનું દહન કરી નોંધાવ્યો વિરોધ
April 24, 2025 02:18 PMરાજકોટ ભલે મચ્છરમુક્ત ન થયું હોય પણ મનપા કાલે ઉજવશે વિશ્વ મેલેરિયા દિવસ
April 24, 2025 02:04 PMરાજકોટમાં કાર્યરત તબીબોને નોંધણી કરાવવા મહાનગરપાલિકાનો આદેશ
April 24, 2025 02:01 PMપહેલગામમાં જામનગરવાસીઓ પણ ફસાયા
April 24, 2025 01:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech