BREAKING NEWS

રજૂઆત કરવા ગયેલા વડિલ સાથે કર્મચારીનું અશિષ્ટ્ર વર્તન

  • May 19, 2026 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બગસરા પેટા વિભાગીય પીજીવીસીએલ કચેરીનો વહીવટ તદ્દન ખાડે ગયો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. શહેરના અશોક સોસાયટી, તિપતિનગર સોસાયટી અને અમરપરા સહિતના અનેક વિસ્તારોમાં લાંબા સમયથી વીજ લોડની ગંભીર અનિયમિતતાના કારણે સ્થાનિક રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ વીજ સમસ્યા અંગે સ્થાનિક લોકો દ્રારા પીજીવીસીએલ તંત્રને અગાઉ અનેકવાર લેખિતમાં પણ રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં તત્રં દ્રારા કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવતા ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
બીજી તરફ, કથળેલા વહીવટ વચ્ચે પીજીવીસીએલ કચેરીના કર્મચારીઓની જોહત્પકમી અને ઉદ્ધત વર્તન પણ સામે આવ્યું છે. તાજેતરમાં જ એક વિસ્તારના સિનિયર સિટીઝન રાઘવભાઈ સુરાણી  પોતાના વિસ્તારની વીજ સમસ્યા અંગે રજૂઆત કરવા માટે બગસરા પીજીવીસીએલ કચેરીએ ગયા હતા. તે દરમિયાન ત્યાં ફરજ પરના કર્મચારી તળાવિયાએ પ્રથમ તો અરજી જ સ્વીકારવાની ના પાડી હતી. ત્યારબાદ આ વડીલ સાથે અપમાનજનક અને અશિષ્ટ્ર ભાષામાં વર્તન કયુ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
કચેરીના કર્મચારી દ્રારા કરવામાં આવેલા આ અણછાજતા વર્તનથી વ્યથિત થઈને ભોગ બનનાર સિનિયર સિટીઝને આ સમગ્ર મામલે પીજીવીસીએલના ઉચ્ચ કક્ષાના અધિકારીઓને લેખિતમાં ફરિયાદ પાઠવી છે. સ્થાનિક રહીશોએ વીજ પુરવઠો તાકીદે નિયમિત કરવા તેમજ અરજદારો સાથે ગેરવર્તણૂક કરનારા કર્મચારી સામે તાત્કાલિક ધોરણે કડક શિક્ષાત્મક પગલાં ભરવા ઉગ્ર માંગ કરી છે.
બગસરા ડેપ્યુટી એન્જિનિયર હિરેન મહિડા ને બગસરા સિટીના ફોલ્ટની અનેકવાર રજૂઆત કરી હતી લોકોએ અરજીઓ પણ કરી છે છતાં પોતાની મનમાની કરતા હોય આખં આડા કાન કરી લોકોના પ્રશ્નનો નિકાલ કરતા નથી બગસરામાં લોકો ઈચ્છે છે કે સારા અધિકારી મુકાય જેથી તેમની માંગણીઓ અને ફોલ્ટ સારી રીતે પૂરા કરી શકે તેમ લોક મૂકે ચર્ચાઈ રહ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application