ટ્રમ્પને ટેકો આપનારને ઈલોન મસ્ક દરરોજ એક મિલિયન ડોલર આપશે

  • October 21, 2024 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્કે એક વિચિત્ર ’રિવોર્ડ પ્રોગ્રામ’ શરૂ કરવાની જાહેરાત કરી છે. અમેરિકામાં 5 નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી શરૂ થાય ત્યાં સુધી તે દરરોજ એક વ્યક્તિને 1 મિલિયન ડોલર (આશરે 8.40 કરોડ રૂપિયા) આપશે. શરત એ છે કે ઇનામ મેળવનારએ ગન કલ્ચર પર ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ્ને ટેકો આપવો પડશે અને ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી તેમના પ્રવક્તાની ભૂમિકા ભજવવી પડશે, ઈનામ પ્રાપ્તકતર્એિ હેરિસબર્ગમાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું ટ્રમ્પ સમર્થિત અમેરિકનોને પીએસી પિટિશન સિગ્નેચર કેમ્પેઈનમાં જોડાવું પડશે.
આ ઝુંબેશ બંદૂકો રાખવાના અધિકારને સમર્થન આપે છે. મસ્કે કહ્યું, હું ઈચ્છું છું કે વધુને વધુ લોકો આ અભિયાનનો હિસ્સો બને અને 1 મિલિયન ડોલર મેળવવા માટે પોતાનું નસીબ અજમાવે. મસ્કે ભીડમાંથી એક વ્યક્તિ તરફ ઈશારો કર્યો અને તેને સ્ટેજ પર બોલાવ્યો. તેમણે અભિયાન પર હસ્તાક્ષર કયર્.િ મસ્કે તેને 1 મિલિયન ડોલરનો ચેક આપ્યો. ત્યાં હાજર લોકો સીટીઓ અને તાળીઓ પાડવા લાગ્યા.
અમેરિકન પીએસીની અરજીમાં બે માંગણી કરવામાં આવી છે. પ્રથમ- અભિવ્યક્તિની સ્વતંત્રતા જાળવી રાખવી જોઈએ. બીજું- બંદૂક રાખવાના અધિકારમાં દખલ ન થવી જોઈએ. નિષ્ણાતોનું કહેવું છે કે આ અભિયાનથી અમેરિકામાં ગન કલ્ચરને પ્રોત્સાહન મળશે. બંદૂકો પર પ્રતિબંધની માંગ નબળી પડશે. બંદૂક ઉદ્યોગને સીધો ફાયદો પહોંચાડવાનું આ અભિયાન છે.
મસ્ક રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ્ના સમર્થક છે. અમેરિકામાં ગન કલ્ચરના કારણે ખૂન ખરાબાની ઘણી ઘટનાઓ બની છે. એક રિપોર્ટ અનુસાર લગભગ એક તૃતીયાંશ અમેરિકનો પાસે બંદૂકો છે. આ વર્ષના પ્રથમ ચાર મહિનામાં દેશમાં લગભગ 55 લાખ હથિયારોની ખરીદી કરવામાં આવી છે. તેમાંથી નવ ટકા ટેક્સાસ રાજ્યના લોકોએ ખરીદ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application