૭૦૦૦ ગ્રામ પંચાયતો, ૭૫ ન.પા., ૧૭ તા.પં.ની પોણા બે વર્ષથી અટકેલી ચૂંટણી સપ્ટેમ્બર પછી થવાની શકયતા

  • May 20, 2024 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોકસભાની ચૂંટણીના પડઘમ શાંત થયા છે ત્યાં આગામી સપ્ટેમ્બર મહિનામાં રાયની ૭૫ નગરપાલિકા ૧૭ તાલુકા પંચાયત બે જિલ્લ ા પંચાયત અને ૭૦૦૦ ગ્રામ પંચાયતોની છેલ્લ ા બે વર્ષથી ટલ્લ ે ચડેલી ચૂંટણી યોજાય તેવા સંકેત મળી રહ્યા છે આ માટે રાય ચૂંટણી આયોગ દ્રારા બે મહિનામાં તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવશે સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર લોકસભાના પરિણામો ભાજપ માટે સારા આવ્યા તો તાત્કાલિકના ધોરણે આ ચૂંટણીની જાહેરાત થઈ શકશે નહીં તો બેથી ત્રણ મહિના પાછળ ખેંચવામાં આવશે.

હજુ લોકસભાની ચૂંટણીના પરિણામો આવ્યા નથી ત્યાં આગામી સપ્ટેમ્બર મહિનામાં રાયની સ્થાનિક સ્વરાયની સંસ્થાઓમાં ચૂંટણી યોજાય તેવા સંકેત મળી રહ્યા છે છેલ્લ ા બે વર્ષથી ટલ્લ ે ચડેલી આ ચૂંટણી આગામી નવરાત્રી દરમિયાન યોજાય તેવા સંકેત છે રાયની ૭૫ નગરપાલિકા ૧૭ તાલુકા પંચાયત બે જિલ્લ ા પંચાયત તેમજ ૭૦૦૦ જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે.

ગત ઓગસ્ટ મહિનામાં નિવૃત્ત ન્યાયમૂર્તિ કે એસ ઝવેરી પંચના રિપોર્ટ બાદ વધારીને ઓબીસી અનામત ૨૭% કરવાની જાહેરાત ગત ઓગસ્ટ મહિનામાં રાય સરકાર દ્રારા કરવામાં આવી હતી. ઝવેર કમિશનના રિપોર્ટ અનુસાર ગ્રામીણ વિસ્તારે ૫૨%ને શહેરી વિસ્તારમા ૪૬.૪૩ ટકા ઓબીસી સમાજની વસ્તી છે તેને અનુલક્ષીને ઓબીસી સમાજ માટે અનામત બેઠકો જિલ્લ ા પંચાયતોમાં ૧૦૫થી વધીને ૨૨૯, અને ૨૪૮ તાલુકા પંચાયતમાં ૫૦૬થી વધેલી ૧,૦૮૫ રાજયની કુલ ૧૪૫૬૨ ગ્રામ પંચાયતો ૧૨,૭૫૦થી વધીને ૨૫૩૪૭ એ જ રીતે નગરપાલિકામાં પણ મોટાપાયે બેઠકો વધી રહી છે.

લોકસભાની ચૂંટણીના પરિણામો આવતાની સાથે જ રાજય ચૂંટણી આયોગ દ્રારા આ માટેની તૈયારીઓ શ કરી દેવામાં આવશે જેમાં અનામત વર્ગીકરણની કાર્યવાહી પૂરી કરવાની સાથે નવી મતદાર યાદી તૈયાર કરવામાં આવશે અને મતદાર મંડળો રચાશે

તલાટી વહીવટદારની ભૂમિકામાં આવતા કામનું ભારણ વધ્યું
રાયની ગ્રામ પંચાયતોમાં છેલ્લ ા બે વર્ષથી વહીવટદાર તરીકે તલાટી ભૂમિકા ભજવી રહ્યો છે. ગામનું સંચાલન તલાટીના માથે આવી પડું છે ચૂંટણી નહીં યોજવાના કારણે ગામડાનો વિકાસ ંધાઇ રહ્યો છે રસ્તા પાણી આરોગ્ય સફાઈ તેમજ દાખલા જેવી અનેક સમસ્યા ઊભી થઈ છે તલાટી પાસે એકથી વધુ ગામના ચાર્જ હોવાથી કામનું ભારણ વધારે હોય છે ત્યારે તલાટી એક ગામમાં રહી શકતો નથી અને પરિણામે ગ્રામ પંચાયતની કચેરીને અલીગઢ શાળા લાગે છે. અહીં નોંધવું જરી છે કે સ્થાનિક સ્વરાયની ચૂંટણીમાં રાજકીય પક્ષો માટે ગ્રામ્ય સ્તરનું સંગઠન મહત્વની ભૂમિકા અદા કરતું હોય છે પંચાયતની ચૂંટણીમાં કોઈ પક્ષ સીધો ભાગ લેતું નથી પણ તે પોતાના સમર્થ કોને ટેકો જાહેર કરતા હોય છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application